ગજેરા સંકુલને એક નવી જ ઊંચાઈ પર લઇ જવા પ્રયાસ કરવામાં આવશે – મનુભાઈ ઠુંમર – પ્રમુખ વિધાર્થીની બહેનોનું વિશાળહિત સમાયેલું હશે તેવા સૂચનનો અમલ કરવામાં આવશે – નિયામકશ્રી – ધાનાણીઅમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત સંચાલિત તથા વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરા સ્થાપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલીના નવનિયુક્ત પ્રમુખ તથા ઠુંમર જેમ્સ – સુરતના માલિક મનુભાઈ ઠુંમરે પોતાની નવનિયુક્ત ટીમ સાથે ગજેરા સંકુલની મુલાકાત લીધી હતી. જેનો આવકાર સમારોહ તથા કર્મચારી તથા વિધાર્થીનીઓ સાથે પરિચય મુલાકાત યોજાઈ હતી.
છેલ્લા પચીસ વર્ષથી, સ્થાપના કાળથી જ નિસ્વાર્થ નિયામકશ્રી તરીકે સેવા આપતા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત નવા વરાયેલા પ્રમુખશ્રી તથા પદાધિકારીઓના આવકાર સમારોહમાં નવનિયુક્ત પ્રમુખશ્રી મનુભાઈ ઠુંમર ઉપપ્રમુખશ્રી પ્રતાપભાઈ જોગણી, મંત્રીશ્રી મનુભાઈ ડાવરીયા, સહમંત્રીશ્રી નરેન્દ્રભાઈ હિરપરા, મેને.ટ્રસ્ટીશ્રી નાગજીભાઈ સોજીત્રા, તથા ખજાનચી નાનુભાઈ વેકરીયા અને પૂર્વે ખજાનચી લીંબાભાઈ જોધાણીનું સન્માન કરીને આવકાર આપયો હતો. સમારોહના પ્રારંભે ઉપસ્થિત સૌનું શબ્દોથી સ્વાગત હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણી એ કર્યું હતું તથા કર્મચારી તથા વિધાર્થીની બેહેનોએ જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે નવા પ્રમુખશ્રી મનુભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ગજેરા સંકુલને એક નવી જ ઊંચાઈ પર લઇ જવા તમામ પ્રયાસ કરવામાં આવશે, નિયામક તથા ટ્રસ્ટી મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે વિધાર્થીની બહેનોની કારકીર્તિ તથા વિશાળ હિતને સ્પર્શ કરતા તમામ સૂચન ધ્યાને લેવાશે. સમારોહમાં ટ્રસ્ટી તથા કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહયા હતા. તથા સ્ટેજ, લાઈટ તથા માઈકની સંપૂર્ણ જવાબદારી પ્લાઝા ઇન્ચાર્જ મુકેશભાઈ શિરોયા તથા સ્પોર્ટ ઇન્ચાર્જ મગનભાઈ વસોયાએ સંભાળી હતી.
Recent Comments