fbpx
અમરેલી

દામનગર સાહિત્ય જગતની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર.. સાર્વજનિક પુસ્તકાલય હોય તો આવી હોવી જોઈએ.. વાંચકો માટે વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લી..

દામનગર શહેરની સાહિત્ય જગતની શાન ગણાતી ૧૩૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલયની મુલાકાતે પધારતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું ઉષ્માભર્યું સ્વાગત કરતા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા જ્ઞાનમંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયના દરેક વિભાગો વ્યવસ્થા નિહાળી વર્ષના ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી કોઈ લવાજમ કે શુલ્ક વગર આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય અને દુર્લભ પુસ્તકો અને વ્યવસ્થાથી અભિભૂત થતા ઠુંમરે ૧૩૦ વર્ષથી શ્રેષ્ઠ પુસ્તકાલયની વિશેષતાથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સંસ્થા પ્રમુખ હરજીભાઈ નારોલા ઉપપ્રમુખ જીવનભાઈ હકાણી મંત્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્ટીઓ અને  કર્મચારી ગ્રંથપાલ ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સંસ્થા પ્રત્યેની સેવાથી શુભેચ્છા પાઠવી હતી સંસ્થામાં આવતાં વાંચક વર્ગ પ્રત્યે આભાર વ્યક્ત કરી સંસ્થાની વિઝીટ બુકમાં  સુંદર સદેશ લખ્યો હતો ધારાસભ્ય ઠુંમર સાથે દામનગર માર્કેટયાર્ડના ભગવાનભાઈ નારોલા, જીતુભાઈ નારોલા સાથે સંસ્થાની નિહાળી ખૂબ પ્રભાવિત થઈ સંસ્થાના સર્વ ટ્રસ્ટી કર્મચારી ને અભિનંદન પાઠવ્યા હતા

Follow Me:

Related Posts