કોરોનાની વધુ એક વેવ દરવાજે દસ્તક દઇ રહી છે ત્યારે અમરેલી જિલ્લામા કોરોના રસીકરણની કામગીરી અત્યાર સુધી કેવી રહી છે અને લોકો સાથે આરોગ્યકર્મીનુ વર્તન કેવુ રહ્યું છે વિગેરે જાણકારી લેવા કેન્દ્ર સરકારની એક ખાસ ટીમ આજે અમરેલી જિલ્લામા દોડી આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા આ વિશેષ સર્વે કરવા માટે જુદાજુદા પાંચ રાજયોમા ટીમો દોડાવાઇ છે. જેમા એક ટીમ ગુજરાતમા પણ આવી છે અને આ વિશેષ સર્વે માટે અમરેલી જિલ્લાની પસંદગી કરાતા છેલ્લા ચાર દિવસથી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના એક ખાસ ટીમે અમરેલી જિલ્લામા ધામા નાખ્યા છે. આ ટીમ જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમા લોકોના ઘરે ઘરે ફરી હતી. અને વેકસીન લીધી છે કે નહી કેટલા ડોઝ લીધા છે. વેકસીન લીધા બાદ કોઇ આડઅસર થઇ છે કે કેમ. વેકસીન લેવા માટે તંત્ર દ્વારા કોઇ જાણ કરાઇ હતી કે કેમ વિગેરે અંગે જાણકારી મેળવી હતી. આ ટીમે આરોગ્યકર્મીઓ દ્વારા લોકો સાથેના વ્યવહારની પણ નોંધ લીધી હતી અને રસીકરણ કરનાર કર્મચારીઓને 0થી લઇ 5 અંકમા પણ મુલવ્યા હતા. ટીમ દ્વારા સમગ્ર સર્વેનો રીપોર્ટ સરકારને અપાશે.
Recent Comments