ગુજરાત

૨૬ એપ્રિલે ગુજરાતના ડીજીપીને રૂબરૂ કોર્ટમાં હાજર થવા સુપ્રિમ કોર્ટનો આદેશ


ગુજરાત રાજ્યના ડીજીપીને ૨૬ એપ્રિલે રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. ઘરેલુ હિંસા, દહેજના ત્રાસથી કંટાળીને તેમજ પોતાનું સ્ત્રીધન ગુમાવી બેઠેલી વિસનગરની મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહિલાની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. પત્ની અને બાળકને છોડીને વિદેશ ભાગી ગયેલા પતિ કે તેનું સરનામું શોધવામાં નિષ્ફળ રહેલી ગુજરાત પોલીસની કામગીરી અને રાજ્ય સરકારના વલણ સામે ચીફ જસ્ટીસ ઓફ ઈંડિયાના વડપણવાળી બેંચે સમગ્ર મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Related Posts