ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમૂહ લગ્નોત્વસ સિહોલડી ખાતે યોજાયો
નડિયાદના વસો તાલુકાના સિંહોલડી ગામે જાેગણી માતાના મંદિર પાસે ક્ષત્રિય ઠાકોર સેનાનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. ખેડા માતર વસો તાલુકાનો સૌ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં ૩૧ નવું દંપતીએ પ્રભુતામાં પગલાં માડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ખેડા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ચંદ્રેશ પટેલ, કિરણ પટેલ, સક્રિય કાર્યકર અને સમાજસેવક, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જિલ્લાના પ્રમુખ ઈશ્વર ઠાકોર, તાલુકાના પ્રમુખ દિનેશ પરમાર, માતર તાલુકા પ્રમુખ પ્રકાશ ઠાકોર, ખેડા તાલુકા પ્રમુખ લક્ષ્મણસિંહ ઠાકોર, વસો તાલુકા પંચાયતના પ્રમુખ હેમલબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદ ગોહેલ, મહિલા મોરચાના પ્રમુખ પીનલબેન દરબાર, પલાણા તાલુકા પંચાયતના સભ્ય રીનકાબેન પટેલ, સિહોલઙી ગામના સરપંચ ડાહ્યાભાઈ પરમાર, ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો આ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો.
આ સમૂહ લગ્નમાં માતર ધારાસભ્ય તરફથી દરેક દંપત્તિને ચાંદીનું મંગલસૂત્ર ભેટ આપવામાં આવ્યું હતું. જ્યારે ચંદ્રેશભાઇ પટેલ અને મુન્નાભાઈ પટેલ તરફથી દરેક નવદંપતીને કરિયાવર ભેટ આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સેના વસો તાલુકાના પ્રમુખ દિનેશભાઇ પરમાર દ્વારા દીકરીઓને સાડીની ભેટ આપવામાં આવી હતી. રામાભાઈ પરમાર, વસો તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તરફથી રોકડ ભેટ આપવામાં આવી હતી. જ્યારે રણમલસિંહ ગોહિલ તરફથી રોકડ ભેટ આપવામાં આવી હતી, તેમજ ખેડા માતર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેનાના દરેક નાના-મોટા ક્ષત્રિય નાનું મોટું દાન આપ્યું હતુ. આ પ્રથમ સમૂહ લગ્નનું સુંદર આયોજન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દરેક કાર્યકરોને સિહોલડી ગામના દરેક આગેવાનોએ સુંદર સાથ સહકાર આપ્યો હતો.ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ખેડા, માતર અને વસો તાલુકાના પ્રથમ સમૂહ લગ્નોત્સવનુ આયોજન ખેડા જિલ્લાના સિહોલડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચન આપી નવ યુગલોને શુભેચ્છાઓ આપી હતી.
Recent Comments