fbpx
અમરેલી

અમરેલી માં પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધ થી ત્રાસીને મહિલાએ ૧૮૧ ટીમ ની મદદ માંગી

અમરેલી જિલ્લાના ભારતનગર વિસ્તાર માં રહેતી એક મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન માં ફોન કરીને જણાવ્યું  કે તેમના પતિને અન્ય સ્ત્રીઓ સાથે ઘણા સમયથી સબંધ હોય જેથી ઘરે તેઓને ખૂબ જ દુઃખ આપે છે અત્યારે માર મારી ઘરની બહાર નીકળી મુકેલ જેથી મદદ ની જરૂર છે.


  જેથી ૧૮૧ ટીમ ના ફરજ પર ના કાઉન્સેલર પરમાર હીના તથા જમાદાર પ્રધ્યુમનસિંહ ગોહિલ  તાત્કાલીક સ્થળ પર પહોંચી પિડીત મહિલા ને મળીને શાંત્વના આપી પરામર્શ કરતા જાણવા મળ્યું હતું કે પિડીત મહિલા ને એક જુવાન દીકરી ને બે દીકરા છે જેમાં એક દીકરા ના એક મહિના પહેલા જ લગ્ન કરેલ ને પુત્રવધું પણ સાથે રહે છે.તેમના પતિને *અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી ઘરમાં ખર્ચ નાં પૈસા આપતા નથી કમાઈ તે  સ્ત્રીઓ ની પાછળ મોજ શોખ માં ઉડાળી દેય છે* તેમજ ઘરમાં અપશબ્દો બોલી પરેશાન કરે છે અને આજરોજ ઘરમાં દીકરી ને પુત્રવધુ હોય ને તેઓની સામે તેઓના પતિ સતત ફોન પર અન્ય સ્ત્રી સાથે વાતચીત કરતા હતા,જેથી પીડિતા ને તેમના પતિ ને આ બાબતે બોલાચાલી થઇ હતી આથી પરસ્ત્રીઓ સાથે જ સંબંધ રાખવા પીડિતા ને પતિ દ્વારા માર મારી ઘર ની બહાર નીકળી દેવામાં આવેલ હતા.  જેથી ટીમ દ્વારા પીડિત મહિલા નું ત્યાં નું વાતાવરણ તે સમય યોગ્ય ના લાગતા પિડીતાને તે વિસ્તાર ના તાલુકા પોલીસ સ્ટેશન અમરેલી માં લઈ જઈ  તેઓના પતિને બોલવી ત્યાં અભયમ ટીમ થતાં તે વિસ્તાર ના પોલીસ સ્ટાફ દ્વારા પીડિતા ના પતિ સાથે વાતચીત કરી પુછપરછ કરી ત્યારે તેઓ સ્વીકારવા તૈયાર ના હતા કે તેઓને પરસ્ત્રી સાથે આડા સબંધ છે,પરંતુ ટીમ ની ભારે સમજાવટ બાદ પીડિતા ના પતિ એ સ્વીકાર્યું હતું કે તેઓ ને પરસ્ત્રી સાથે સબંધ છે આથી ટીમ દ્વારા પીડિતા ના પતિને કાયદાકિય માહિતી આપી તેઓના દીકરા ના લગ્નજીવન પર ખરાબ અસર થશે તેમજ દીકરી નાં વેવિશાળ કરવામાં પ્રશ્ન ઊભાં થશે તે અંગે સમજણ આપેલ હતી તેમજ પરિવાર પ્રત્યે તેઓની ફરજ તેમજ   જવાબદારીઓ અંગે ભાન કરાવતા તેઓ ને તેમની ભૂલ સમજાતા પિડીત મહિલા પાસે તેમજ પરિવાર પાસે માફી માંગી ને ફરી વખત આવી ભૂલ નહીં થાય તે અંગે ખાત્રી આપતા પીડિતા એ તેઓના પતિ સાથે રાજીખુશીથી સમાધાન કરેલ હતું.આમ ૧૮૧ ટીમ તથા તાલુકા પોલીસ સ્ટેશન માં તે વિસ્તાર ના પોલીસ સ્ટાફ એ સાથે રહી પીડિતા ના પતિને તેઓની ભૂલ નો અહેસાસ કરાવી એક પરિવાર નું ઘરસંસાર તૂટતો બચાવ્યો હતો.

Follow Me:

Related Posts