સુરત સામાજિક સંરચના માં સુધારો કરવો એટલે સ્વંયમ આચરણ થી અમલ કરતી લેઉવા પટેલ સમાજ ના છગનભાઈ કાળુભાઈ ગોધાણી ની પુત્રીરત્નો રાધા ગોધાણી અને કૌવનિકા ગોધાણી ના ગત તા.૨૧//૪/૨૨ નારોજ સુરત ના મોટા વરાછા વિવાહ ફાર્મ ભડીયાદરા ફાર્મ ની બાજુ માં લગ્નોત્સવ યોજાયા હતા મૂળ સૌરાષ્ટ્ર ના છગનભાઇ કાળુભાઈ ગોધાણી સાંળગપુર રૂપાવટી ની બંને પુત્રીરત્નો રાધા ગોધાણી અને કૌવનીકા ગોધાણી ને કરુણા વત્સલ્ય માતા પ્રભાબેન ગોધાણી અને પિતા છગનભાઇ ના પરોપકારી પરમાર્થ ના સંસ્કારો બંને પુત્રીરત્નો ને વારસા માં મળેલ હોય તેમ માનવતાવાદી સંસ્કારો ને સામાજિક મેળવડા માં સમાજ વચ્ચે ઉજાગર કરી નેતિક હિંમત અને આત્મ વિશ્વાસ થી વચનબદ્ધ પ્રતિજ્ઞા લીધી બંને દીકરીઓ એ પોતા નાજ લગ્નોત્સવ માં સમાજ ને એક વિચાર પ્રેરક સંદેશો પાઠવ્યો છે બેટી બચાવો અને બેટી પઢાવો આપણે પક્ષપતિ જાતિ પરીક્ષણ માંથી બહાર નહિ આવીએ તો આની પહેલ કોણ કરશે ? સામાન્ય ખેડૂત પરિવાર ની નાના એવા ગામ સાંળગપુર રૂપાવટી ની હાલ સુરત સ્થિત આ બંને નારી રત્નો એ સમસ્ત માનવ સમાજ ને આંતરઆત્મા ને સ્પર્શી જતો બેટી બચાવો બેટી પઢાવો નો સદેશ આપ્યો કાયદો નિયમો નીતિ ઓ અભિયાનો તો છે જ પણ સ્વંયમ અનુશાસન આચરણ ક્યાં ? આવા સવાલ સાથે મહિલા સશક્તિકરણ અને સબળ મહિલા માટે બેટી બચાવો બેટી પઢાવો નું સ્વંયમ આચરણ કરો ની શીખ આપી હતી બંને દીકરીઓના બેન અને બનેવી ની પ્રેરણા હિરેન માંગુકિયા અને પીનલ માંગુકિયા સાથે સંકળાયેલ પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ ના સદસ્ય આ બંને દીકરી ઓ પોતા ના લગ્નોત્સવ માં સર્વ મહેમાનો વચ્ચે કોઈ જાત ના શ્રોભ સંકોચ વગર પોસ્ટર બેનર સાથે બેટી બચાવો બેટી પઢાવો નો સદેશ આપ્યો હતો કુવાડો લાકડું ત્યારે કાપી શકે છે જયારે હાથો લાકડા નો હોય આપણે સ્ત્રી જ સ્ત્રી જાતિ નું નિકંદન ક્યાં સુધી કાઢતા રહેશું ? કુળધાત્રી જ આવું કરશે તો આવનાર સમાજ વ્યવસ્થા કેવી હશે ? આવી અનેક માર્મિક ટકોર સાથે બંને દીકરી ઓ એ હદયસ્પર્શી સદેશ આપ્યો હતો
સુરત સામાજિક સંરચના માં સુધારો એટલે સ્વંયમ આચરણ થી અમલ કરતી લેઉવા પટેલ સમાજ ની પુત્રીરત્નો રાધા ગોધાણી અને કૌવનિકા ગોધાણી નો બેટી બચાવો બેટી પઢાવો નો સદેશ


















Recent Comments