fbpx
અમરેલી

દામનગરના છભાડીયા પ્રાથમિક શાળા ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો

દામનગર ના છભાડીયા પ્રાથમિક શાળા ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમ ની ખાસ વિશેષતા એ હતી કે લાઠી તાલુકા ની સહુથી પ્રાચીન શાળા કે જે છભાડીયા ગામે આવેલી હોય તે શાળા નો આજે ૧૩૪ મો જન્મ દિવસ હતો. આજના દિવસે સરપંચશ્રી શોભનાબેન ચાવડા, દિલિપ ભાઈ ચાવડા તથા ઉપસરપંચ શ્રી રાજુભાઇ બગડા દ્વારા ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા.
આ તકે શાળા ના આચાર્યશ્રી ગૌરાંગભાઈ તથા સરપંચશ્રી એ કેક આપીને ઉજવણી કરી. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો. પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું.આ પ્રસંગે ગ્રામપંચાયત ના કમિટી મેમ્બર હાજર હતા. એ સિવાય ગ્રામ અગ્રણીઓ જેમકે, ભરતભાઇ બારડ, દેવાદાદા નીતિનભાઈ પુનતીયા, અશોકભાઈ બગડા, મુકેશભાઈ બગડા, પ્રવીણભાઈ બગડા, લાભુભાઈ, સંગીતાબેન, મિરાબેન, આશાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બધા બાળકો ને આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવ્યો.

Follow Me:

Related Posts