અમરેલી જિલ્લા કોંગ્રેસની ”તાલીમ શીબીર” આગામી તા. ર૭ ને બુધવારે યોજાશે

આ શીબીરમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અમરેલી જિલ્લાના અગ્રણીઓ, હોદેદારો, ચુંટાયેલા સભ્યોને આ પક્ષના એક સમર્પિત અને તાલીમબધ્ધ કાર્યકરની નિતીઓ વિશે માર્ગદર્શન આપશે
જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનો, હોદેદારો તથા જિલ્લાના અગ્રણીઓ, ચુંટાયેલા સભ્યોને આ શીબીરમાં હાજર રહેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ જણાવેલ છે
બયહહ દ્વારા પક્ષના હોદેદારો માટે વખતો વખત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્તમાન રાજકીય પરિસ્થિતી અને પડકારોના સંદર્ભમાં આવી તાલીમ શિબીરો આવશ્યક છે ત્યારે પક્ષના એક સમર્પિત અને તાલીમબધ્ધ કાર્યકર પક્ષની નિતીઓના મશાલચી છે. નજીકના ભવિષ્યમાં આવનારી વિધાનસભાની ચુંટણીમાં સંગઠનને વધુ મજબુત બનાવવા તેમજ ચુંટણીની પુર્વ તૈયારી માટે કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા, રાજય સરકારની નિષ્ફળતા અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઇ ઠાકોરની સુચના અનુસાર તા. ર૭–૦૪–ર૦રર ને બુધવારના રોજ ''અમરેલી જિલ્લાની તાલીમ શીબીરનું આયોજન'' લેઉવા પટેલ વાડી, ગજેરાપરા, સાવરકુંડલા રોડ, અમરેલી ખાતે યોજાનાર છે. આ શિબીરમાં બયહહ કો–ઇન્ચાર્જ શ્રી રામકિશન ઓઝા, કો–ઓર્ડીનેટર શ્રી જશવંતસિંહ ભટ્ટી, લોકસભા ઇન્ચાર્જ શ્રી પુંજાભાઇ વંશ (ધારાસભ્યશ્રી, ઉના), શ્રી નૌશાદભાઇ સોલંકી, અ. ઇન્ચાર્જ શ્રી કરશનભાઇ વેગડ, જિલ્લા પ્રભારીશ્રી શ્રી દિલીપભાઇ પટેલ, ટ્રેનર ડો. કિર્તીબેન અગ્રાવત, શ્રી કાંતિભાઇ બાવરવા, શ્રી શરદભાઇ મકવાણા, શ્રી અહેમદભાઇ શેખ કોંગ્રેસના અગ્રણીઓને વિસ્તૃત તાલીમ આપશે. આ શીબીરમાં પુર્વ જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના કારોબારીના તમામ હોદેદારશ્રીઓ, જિલ્લા પ્રભારીશ્રી, ધારાસભ્યશ્રીઓ / પુર્વ ધારાસભ્યશ્રીઓ / ર૦૧૭ ના વિધાનસભાના ઉમેદવારશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ /પુર્વ સંસદ સભ્યશ્રીઓ, બયહહ ડેલીગેટ / .હહ ડેલીગેટ, પ્રદેશ સમિતિના હોદેદારશ્રીઓ, તાલુકા શહેર સમિતિના પ્રમુખશ્રીઓ / પુર્વ પ્રમુખશ્રીઓ / ઉપપ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, સેલ ફ્રન્ટલના તમામ પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાના ઉમેદવારો / પ્રમુખશ્રીઓ / નેતા વિપક્ષશ્રીઓ, વિધાનસભાના નિરીક્ષકશ્રીઓ, શહેર જિલ્લા / તાલુકા / વોર્ડના નિરીક્ષકો તથા સંયોજકશ્રી સહિત સીનીયર આગેવાનો અને સોશિયલ મિડીયા ટીમ સહિત તમામ કોંગ્રેસના અગ્રણીઓ તેમજ હોદેદારોએ હાજર રહેવા અમરેલી જિલ્લા પ્રમુખ ડી.કે. રૈયાણીએ જણાવેલ છે.
Recent Comments