fbpx
ગુજરાત

આણંદમાં આરોગ્ય મેળામાં ૩૦૮૪ લોકોએ લાભ લીધો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લામાં આણંદ, ઉમરેઠ, આંકલાવ, બોરસદ અને પેટલાદ તાલુકના આરોગ્ય મેળો જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એમ. ટી. છારીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આરોગ્ય મેળોનો લાભ ૩૦૮૪થી વધુ લોકોએ લીધો હતો. તેમજ ૮૦૦ વધુ સર્ગભા માતાઓએ તેનો લાભ લીધો છે. જેમાં રાજય સરકાર દ્વારા ૫ લાખ સુધીની બિમારીનું નિદાન વિના મુલ્યે કરવામાં આવે છે. મેળામાં આયુષ્યમાન ૨૧૦થી વધુ કાર્ડ તથા સ્વાસ્થયની જાણકારી આપતાં ડિજીટલ હેલ્થ આઇ કાર્ડ ૧૧૦થી વધુ લોકો આપવામાં આવ્યા હતા.

જેમાં ગંભીર બિમારીજેવી કે કેન્સર, હદય રોગ, કિડની સહિતની બિમારી સારવાર માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષવ્યવસ્થા કરી છે. આરોગ્ય મેળવા દરમિયાન ૫૬૬ લોકોને ફેમિલી પ્લાનિંગ કાઉન્સિલિંગ કરવા માં આવ્યું હતું.૯૦૦થી બ્લ્ડ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મેળામાં લાભ લેનાર લાભાર્થીઓમાં સામાન્ય બિમારી ધરવાતા લોકોને યોગ્ય માર્ગદર્શનની સાથે જરૂરી દવાઓનું વિતરમ કરવામાં આવ્યું હતું. તેમજ અગાઉ યોજાયેલ આરોગ્ય મેળામાં ગંભીર બિમારી ધરાવતાં દર્દીઓને ઓપરેશન કરીને સ્વસ્થ થયા હોયતેવા દર્દી અને બાળકોનું સન્મામ કરવામાં આવ્યું હતું. ખંભાત તાલુકામાં ૫૨૬, આંકલાવ તાલુકામાં ૫૭૮, અને ઉમરેછ તાલુકામાં ૬૩૮, આણંદ તાલુકામાં ૫૭૦, પેટલાદ તાલુકામાં ૫૨૦ દર્દીઓ લાભ લીધો છે. જેમાં ગંભીર બિમારી ધરાવતા દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે તો આયુષ્યમાનકાર્ડ અંતર્ગત સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવારકરવામાં આવશે.

આરોગ્ય મેળામાં જેમને અગાઉ સ્કૂલ હેલ્થ આરોગ્ય પ્રોગ્રામ દ્વારા પોતાના બાળકને આરોગ્યલક્ષી તકલીફ થતા આરોગ્ય સેવાનો વિનામૂલ્યે લાભ લીધો હોય તેમજ જન્મ સમયે વજન ઓછું હતું તેવા કુપોષિત બાળકોને જે તે વિસ્તારના નજીકના આરોગ્ય કેન્દ્રમાં રાખીને ૧૪ દિવસ સુધી પૌષ્ટિક આહાર આપી તેની સારસંભાળ રાખવામાં આવી હતી. તેના કારણે બાળકોનું વજન જરૂરીયાત મુજબ થઇ ગયું હતું. કુપોષણમાંથી બાળકો બહાર આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો મદદથી દરેક ગામમા ઘેર ઘેર તપાસ કરીને કૃપોષિત બાળકોને પુરતા પ્રમાણ પોષણ મળીરહે તે માટે તકેદારી રાખવામાં આવે છે. આરોગ્ય મેળામાં કૃપોષિતમાંથી મૃકત થયેલા બાળકોના માતા પિતાના બોલાવીને જરૂરી માર્ગદર્શન આપવામં આવ્યું હતું.

Follow Me:

Related Posts