fbpx
રાષ્ટ્રીય

કચ્છ પાસેથી પાકિસ્તાની બોટમાં ૨૮૦ કરોડના ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાનીની ધરપકડ

ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.દેશની આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સીમાએ આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા બળ દ્વારા હાલના સમયમાં સતત માદક પદાર્થ ઝડપવાનું કાર્ય સામે આવી રહ્યું છે. તેમાં સોમવારે ફરી એક વખત ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને રૂ. ૨૮૦ કરોડના ડ્રગના જથ્થા સાથે ૯ પાકિસ્તાની ઘુસણખોર સહિત ઝડપી પાડવામાં આવી છે. પાક. આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે. જાે કે મોટી માત્રામાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાને લઈ સલામતી દળો વધુ સાબદા બની ગયા છે.

આ પૂર્વે ગત વર્ષની ૯ ફેબ્રુઆરીના રોજ ૧૧ પાક. બોટ સલામતી દળોને ક્રિક વિસ્તારમાંથી બિન વારસી હાલતમાં મળી આવી હતી અને ત્યારબાદ છુપાયેલા ૬ પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. જેના બાદ ક્રિક વિસ્તારમાંથી સતત ચરસના બિન વારસી પેકેટ મળવાનો સીલસીલો ચાલુ રહ્યો હતો. કચ્છની અટપટી ક્રિક ધરાવતા દરિયાઈ સીમા વિસ્તારમાં સીમા સુરક્ષા બળ અને કોસ્ટગાર્ડ સહિતની સલામતી એજન્સી દ્વારા ચુસ્ત પહેરો રાખવામાં આવી રહ્યો છે. તેમ છતાં નાપાક ઘુસણખોરો કઠીન ક્રિક વિસ્તારનો લાભ લઇ દેશની સીમા અંદર પેશકદમી કરતા ઝડપાઇ રહ્યા છે. તેમાં આજે રૂ. ૨૮૦ કરોડના દ્રગ્સ સાથે ઝડપાયેલી પાક. બોટના કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપાયેલા પાક. આરોપીઓને જખૌ બંદર પર લઈ અવાયા બાદ વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના રહેલી છે.

Follow Me:

Related Posts