ગુજરાત

પાટણ શહેર માં હવે પ્રવેશ કરશો તો દીવાલો પર ભવ્ય ઇતિહાસ દેખાશે, યુનિવર્સિટી રોડની દીવાલો પર પાટણના ઇતિહાસના ભીંત ચિત્રો

સરસ્વતી નદી ના કિનારે 200 વર્ષ પૂર્વે રાજા વન રાજ દ્વારા સ્થાપ ના કરેલ ભવ્ય ઇતિહાસ પાટણ માં પ્રવેશ તા મહેમાનો તેમજ પર્યટકો સમક્ષ ઉજાગર થાય કેવા ઉમદા આશ્રય થી રાજ્ય ના સ્થાપ ના દિવસ નિમિત્તે પાટણ માં વસવાટ કરતા સેવાભાવી યુવાનો ના મિત્ર વર્તુળ દ્વારા શહેર ના મુખ્ય રસ્તા ઓ પર આવેલ દીવાલો પર ઇતિહાસ ને કાલ્પનિક રેખા ચિત્ર સ્વરૂપે કંડારવા વોલ પેઇન્ટિંગ ની કામ ગીરી કરાવવા નું શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં સૌ પ્રથમ મધ રાત્રે યુનિવર્સિટી રોડ પર ની દીવાલો પર ચાવડા વંશનો ઇ.સ 746 થી 942 વર્ષ દરમ્યાન નો ઇતિહાસ પેઇન્ટરો મારફતે ભીંત ચિત્ર સ્વરૂપે દોરવાની કામ ગીરી શરૂ કરાઇ છે. જેમાં પાટણ ના જ આર્ટિસ્ટ મિતેશ પીયૂષ ને યોગેશ ત્રણેય યુવા આર્ટિસ્ટ દ્વારા અદભુત ચિત્રો ભીંત પર ઇતિહાસ કંડારી રહ્યા છે. શહેર માં આ રીતે દીવાલો પર ઇતિહાસવના ભીંત ચિત્ર દોરવાના હોય શહેર ના અન્ય પેઇન્ટરો પણ સહયોગ કરવા આગળ આવે તેવી આયોજકો દ્વારા વિનંતી કરાઈ છે

Related Posts