fbpx
ગુજરાત

એટીએસ દ્વારા ૨૮૦ કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા ૯ પાકિસ્તાનીઓને જખૌ લવાયા

દેશની પશ્ચિમ સરહદે ભારત – પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે સિલ્ક રૂટમાં તબદીલ થઈ ગઈ છે . ક્યારેક માલ – સામાનની આડમાં બંદરો પર હેરોઈન જેવા માદક દ્રવ્યો લેન્ડ થાય છે તો ક્યારેક માછીમારી બોટ મારફતે ભારતમાં ડ્રગ્સની ઘૂસણખોરી કરાય છે . રવિ – સોમની મધરાત્રે ગુજરાત રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ અને ભારતીય તટરક્ષક દળે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ મારફતે ઘૂસાડાતાં ૨૮૦ કરોડના ૫૬ કિલોગ્રામ હેરોઈન સાથે ૯ પાકિસ્તાની ડ્રગ્સ કેરીયરની ધરપકડ કરી હતી . રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે ‘ અલ હજ નામની બોટ મારફતે આ ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાનું હોવાની બાતમીના પગલે ઓપરેશન હાથ ધરાયું હતું . પાકિસ્તાની બોટ ભારતીય જળસીમાની અંદર ૫ નૉટિકલ માઈલ સુધી ઘૂસી આવી હતી . તટરક્ષક દળે આ બોટને આંતરવા પ્રયાસ કરતાં જ અંદર રહેલા પાકિસ્તાનીઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકીને બોટ પૂરઝડપે પાકિસ્તાન તરફ લઈ જવાનું શરૂ કર્યું હતું . રફ દરિયામાં બોટને આંતરવા માટે તટરક્ષક દળે છેવટે વૉર્નિંગ ગોળીબાર કરવાની ફરજ પડી હતી . સૂત્રોના જણાવ્યા મુજબ આ માલ પાકિસ્તાનના મુસ્તફા નામના ડ્રગ માફિયાએ લૉડ કર્યો હતો . સંભવતઃ આ ડ્રગ્સ પણ ઉત્તર ભારતમાં સપ્લાય થવાનું હતું . માલ ભારતમાં ચોક્ક્સ કેવી રીતે પહોંચાડવાનો હતો અને તેમાં ભારતના કયા કયા સ્થાનિક લોકોની સંડોવણી છે . કઈ ભારતીય બોટ આ માલ લેવા આવવાની હતી તે સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ બાકી છે . સાંજે પાકિસ્તાની શબ્દો સાથે બોટને જખૌ ખાતે લવાઈ હતી . વારંવાર માલ પકડાતો હોવા છતાં ડ્રગ્સ માફિયા નચિત ભારતની પશ્ચિમી જળસીમાનો ઉપયોગ કરી ડ્રગ્સ મોકલવાના ષડયંત્રનો છેલ્લાં ત્રણ – ચાર વર્ષથી નિયમિત રીતે અનેકવાર પર્દાફાશ થયેલો છે . તેમાંય અફઘાનિસ્તાનની સત્તા તાલિબાનોના હાથમાં આવ્યા બાદ ડ્રગ્સના સ્મગલિંગની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે . કચ્છના સાગરકાંઠે બીનવારસી હલતમાં મળી આવતાં ચરસના પેકેટ્સના સિલસિલામાં આજ દિન સુધી કશી નક્કર કડી મળી નથી . ડ્રગ્સ મોકલનારાં સરહદપારના માફિયાઓ ક્યારેય હાથ લાગતાં નથી .

Follow Me:

Related Posts