fbpx
ગુજરાત

ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા તા.29 થી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે,ચૂંટણી લક્ષી બાબતે કરશે ચર્ચા

ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા તા.29 થી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે,ચૂંટણી લક્ષી બાબતે કરશે ચર્ચા

ગુજરાતમાં આગામી સમયમાં ભારતીય જનતા પક્ષ ના એક બાદ એક યોજાઈ રહેલા કાર્યક્રમો વચ્ચે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ ગુજરાતના સ્થાપના દિન તા.1 ના રોજ ના યોજાનારા કાર્યક્રમમાં પણ ભાગ લેશે. જે.પી.નડ્ડાનો કાર્યક્રમનો પ્રાથમીક રિપોર્ટ જાહેર થયો છે તે મુજબ તેઓ 29 એપ્રિલ એ ગાંધીનગર આવી પહોંચશે અને તેમનું ભવ્ય રોડ શોથી સ્વાગત કરવામાં આવશે અને સીધા કમલમ ખાતે લઈ જવાશે. જયાં તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશના હોદેદારો સાથે બેઠક કરશે. બાદમાં તેઓ મંત્રીમંડળના સભ્યો સાથે પણ એક અલગ બેઠકનું આયોજન થશે અને તા.30ના રોજ તેઓ સુરત ખાતે વન ડે વન ડીસ્ટ્રીકટના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે અને આ વિસ્તારોના પ્રવાસ કરશે.* તા.29ના રોજ રાષ્ટ્રીય પ્રમુખના આગમન સાથે કમલમમાં પક્ષના સંગઠન પદાધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક: જીએમડીસી હોલમાં રાજયભરમાંથી આવેલા પદાધિકારીઓને મળશે * સુરતમાં વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમમાં હાજરી આપશે: તા.1ના ગુજરાત સ્થાપના દિનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે

Follow Me:

Related Posts