fbpx
અમરેલી

બાબરા નીલવડા રોડ ઉપર વડલીવાળા મેલડી માતાના મંદિરે પશુબલી ચડાવનાર દસ ઇસમોને રાતોરાત ગણતરી ના સમય મા પકડી પાડતી બાબરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગનાઓ દ્વારા રેન્જમાં અસામાજીક તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય અને અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આવી અસમાજીક પ્રવૃતિ આચરનાર અને પશુબલી ચડાવનાર ઇસમોને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જે.પી. ભંડારી સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓની સૂચના આધારે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એમ. કૈલા નાઓ તથા પોલીસ ટીમ દ્વારા બાબરા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં.૩૭૭/ ૨૦૨૨ IPC કલમ.૧૨૦(બી),૨૯૫,૪૨૯,૪૫૭ તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ-૧૧(૧)(એલ) મુજબના ગુનાના કામે પશુબલી ચડાવનાર તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લઇ બાબરા પો.સ્ટે ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

Follow Me:

Related Posts