fbpx
રાષ્ટ્રીય

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 96,243 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4,311 ઉમેદવારો પાસ થયા છે. હવે આ પરીક્ષાર્થી મેઇન પરીક્ષામાં બેસી શકશે. પરિણામની સાથે કટ ઓફ માર્કની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

2939 પુરૂષ ઉમેદવારો પ્રીલિમ પરીક્ષામાં પાસ થયા છે. ટુંક સમયમાં મેઇન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. 1382 બેઠક માટે 96 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 માર્ચે પીએસઆઇની પ્રીલિમિનરીની પરીક્ષા યોજાઇ હતી. પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઇની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે આવ્યા હતા.

પીએસઆઇની પરીક્ષામાં હજારો પરીક્ષાર્થી મહેનત કરતા હોય છે ત્યારે 4,311 ઉમેદવારો પાસ થયા છે. 1,313 મહિલા ઉમેદવાર પણ આ પરીક્ષામાં પાસ થયા છે. પીએસઆઇની મેઇન પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવી શકે છે. પાસ થયેલા પરીક્ષાર્થીઓએ મહેનત કરવા લાગી જવુ જોઇએ. પુરૂષ જનરલ કેટેગરી માટે કટ ઓફ માર્કસ 75 રાખવામાં આવ્યા છે. 

Follow Me:

Related Posts