fbpx
ગુજરાત

ડાકણના વહેમનું ભૂત ફરી ધુણ્યું:ધાનપુરના માંડવમા ડાકણ હોવાના વહેમે ચાર હુમલાખોરોએ મહિલા સહિત બેને માર માર્યો

ડાકણના વહેમનું ભૂત ફરી ધુણ્યું:ધાનપુરના માંડવમા ડાકણ હોવાના વહેમે ચાર હુમલાખોરોએ મહિલા સહિત બેને માર માર્યો   મહિલાના ઘરે જઈ ગાળાગાળી કરી ધિંગાણુ મચાવતા ફરિયાદ નોંધાવાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે એક મહિલા ઉપર સ્થાનિકો ડાકણ હોવાનો વહેમ રાખતા હતા.આવી શંકા રાખી મહિલા સહિત બે વ્યક્તિઓને ચાર ઈસમોએ મહિલાને ભેગા મળી લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.   ધાનપુર તાલુકાના માંડવ ગામે ખેડા ફળિયામાં રહેતાં સુમલાભાઈ નરસુભાઈ તડવી, શનાભાઈ વેસ્તાભાઈ તડવી, અનિલભાઈ ખુમસીંગભાઈ તડવી અને કાજીભાઈ દલાભાઈ તડવી પોતાના ગામમાં રહેતાં એક મહિલાના ઘરે ધસી ગયા હતા.મહિલા ડાકણ હોવાના ખોટા શક, વહેમ રાખી બેફામ ગાળો બોલવા લાગ્યાં હતાં અને ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મહિલા અને અમીતભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહિલાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાકણના વહેમનું ભૂત ફરી ધુણ્યું:ધાનપુરના માંડવમા ડાકણ હોવાના વહેમે ચાર હુમલાખોરોએ મહિલા સહિત બેને માર માર્યો

Follow Me:

Related Posts