fbpx
ગુજરાત

પાલનપુરમાં ચોરીની શંકાએ ૯ વર્ષિય બાળકને મસ્જિદમાં બાંધી ઢોરમાર માર્યો

પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહી ભીક્ષાવૃતિ કરતાં પરિવારના બે બાળકો ગઠામણ દરવાજા પેટ્રોલપંપ સામેના જામપુરા વિસ્તારમાં ભીક્ષા માટે ગયા હતા. ત્યારે મહોલ્લાના શખ્સો ચોર ચોર કરી તેમની પાછળ પડ્યા હતા. જેમાં ૯ વર્ષના બાળકને પકડી લીધો હતો. જેને શફર સરીફભાઇ માંકણોજીયા,મોહંમદતાહીર યાસીનભાઇ માણસીયા, મોહંમદતલ્હા અયુબભાઇ માણસીયા, મુફ્તીલીયાસ ઇદરીશભાઇ ચંગવાડીયા, રેહાન રહેમતુલ્લા માછલીયા, ઇલીયાસભાઇ ઇસ્માઇલભાઇ માછલીયા, મોલાના રહીશસાહબ શરીફ સાહબ માંકણોજીયા અને ફારૂક ઇસ્માઇલભાઇ માછલીયાએ ગડદાપાટુનો મારમાર્યો હતો. લાફા માર્યા હતા. અને અપહરણ કરી મસ્જીદમાં લઇ ગયા હતા. જ્યાં એક ઓરડામાં દોરડાથી બાંધી ઉંધો લટકાવી દીધો હતો. અને ત્યાંથી ઉતારી મસ્જીદની બહાર લાવ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો.

આ અંગે બાળકની માતા અનીતાબેન લલ્લુભાઇ પરમારે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઠ શખ્સો સામે અપહરણ સહિતનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.૯ વર્ષના બાળકના પિતા લલ્લુભાઇ પરમાર બોલી કે સાંભળી શકતા નથી. તેમને ચાર સંતાનો છે. જેમનું બંને પતિ- પત્ની ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવે છે. બાળકને મસ્જિદમાં લટકાવ્યા બાદ શખ્સો બહાર લઇ આવ્યા હતા. જ્યાં પોલીસે તેને છોડાવી પોલીસ મથકે લઇ ગઇ હતી.બાળક પાસેથી ઘટના જાણ્યા બાદ માર મારનારા શખ્સોને ઓળખવા માટે બાળકને પુનઃ જામપુરા લઇ જવાયો હતો. જેણે શખ્સોને ઓળખી બતાવતાં પોલીસે ગૂનો નોંધ્યો હતો.પોલીસે એકને પકડતાં મહિલાઓ સહિતના ટોળાએ તેને છોડાવ્યો હતો. પોલીસ પહોંચતા કોઈ શખ્સે મસ્જિદના માઇક ઉપર એલાન કરી લોકોને એકત્ર કર્યા હતા.જેમણે પોલીસ ઉપર હુમલો કરી ધક્કામુક્કી કરી પકડેલા અસરફ નામના શખ્સને છોડાવ્યો હતો. આ અંગે પોલીસે પાંચ મહિલા સહિત ૧૯ જણા સામે કામગીરીમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો.પાલનપુર ગઠામણ રોડ જામપુરા વિસ્તારમાં ૯ વર્ષના બાળકનું ચોરીની આશંકાએ અપહરણ કરવામાં આવ્યું હતુ. જેને ગદડાપાટુ અને લાફાથી મારમારી મસ્જિદના ઓરડામાં લઇ જવાયો હતો. જ્યાં દોરડાથી બાંધીને લટકાવી દેવાયો હતો.

Follow Me:

Related Posts