નડિયાદમાં મહિલાના કાનને ઈજા પહોંચાડી સોનાની કડીની લૂંટ
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના બલાડાના વતની અને વર્ષોથી નડિયાદના ચકલાસી-અલીન્દ્રા રોડ ઉપર નાની નહેર પાસે રહેતા મનુબેન સિદ્ધરાજભાઈ ભરવાડ ગત ૨૫મી એપ્રિલની સુઈ રહ્યા હતા અને એ દરમિયાન લૂંટનો ભોગ બન્યા છે. આ દિવસે તેમની નણંદ તેમના ઘરે આવ્યા હતા. તેથી મનુબેન પોતાના છ વર્ષના દીકરા સાથે ઘરના છાપરામાં સૂઈ ગયેલા હતા અને નણંદ તથા મનુબેનના પતિ પોતાના અન્ય દીકરાઓ સાથે ઘર બહાર ખુલ્લામાં સૂઇ ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા લૂંટારુ શખ્સે મનુબેનના ખેતરની ફેન્સીંગ પાર કરી ઘરના છાપરાંમા સુઈ રહેલા મનુબેનના જમણા તથા ડાબા કાને પહેરેલી સોનાની પોખવાની હેર સાથેની રજવાડી ડિઝાઇન વાળી કડી પૈકી એક કાને પહેરવાની કડી કાઢી લેતા તથા અન્ય કાને પહેરેલી કડી કાઢવા જતા મહિલા મનુબેન ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા.
જેના કારણે અજાણ્યા શખ્શે મનુબેનનું મોઢું દબાવી આ કાન કાપી દીધો અને કાન સાથે કડી લઇ ફરાર થઈ ગયો હતો. મહિલાએ બુમરાણ મચાવતા તેમના પરિજનો આવી પહોંચ્યા હતા. જાે કે આ પહેલા જ લૂંટારૂ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અંધકારમાં બનેલી ઘટનાથી આ લૂંટારૂ શખ્સની ઓળખ થઇ નથી. ભોગ બનેલી મહિલાને તુરંત સારવાર કરાવી આ સંદર્ભે ચકલાસી પોલીસ મથકે દોડી જઇ આજે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૯૪, ૩૨૬ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.નડિયાદના ચકલાસી-અલીન્દ્રા રોડ પર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી એક મહિલા પોતાના ઘરના છાપરામાં સૂઇ રહી હતી ત્યારે લૂંટનો ભોગ બની હતી. કોઇ અજાણ્યો શખ્સ આ મહિલાના જમણા તથા ડાબા કાનને ઇજા પહોંચાડી કાને પહેરેલી બે સોનાની કડી રૂપિયા ૭૦ હજારની લૂંટ ચલાવી ફરાર થયો છે. મહિલાએ આ સંદર્ભે ચકલાસી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
Recent Comments