અમદાવાદમાં ગરમીની સાથે રોગચાળો વધતાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો
અમદવાદ શહેરમાં ગરમીની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. ૧ માર્ચથી ૨૦ એપ્રિલ સુધીના ૫૦ દિવસમાં ઝાડા-ઊલટીના ૪૬૨૬, તાવના ૧૭,૭૯૩ કેસ નોંધાયા છે. માત્ર દક્ષિણ ઝોનમાં જ ઝાડા-ઊલટીના ૨૯૯૪ કેસ નોંધાયા છે. મ્યુનિ. વિપક્ષી નેતા શહેજાદખાને કહ્યું કે, આ આંકડા માત્ર અર્બન હેલ્થ સેન્ટરના જ છે. જાે ખાનગી હોસ્પિટલના આંકડા જાેડવામાં આવે તો આ સંખ્યા વધુ હોઈ શકે છે.એપ્રિલના ૨૩ દિવસમાં જ ઝાડા-ઊલટીના ૬૨૪, કમળાના ૧૦૩, ટાઇફોઇડના ૧૧૬ અને કોલેરાનો ૧ કેસ સામે આવ્યો છે. જેમાં કોલેરાના એક કેસમાં બહેરામપુરાના સીમા રોહાઉસમાં ગત ૬ઠ્ઠી એપ્રિલે દર્દી મળી આવ્યો હતો.અમદાવાદમાં વધતા જતા તાપમાનની વચ્ચે શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. મ્યુનિ.સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં બે મહિનાની અંદર ૯૮ હજારથી વધુ દર્દી સારવાર માટે પહોંચ્યા હતા.માર્ચ મહિનામાં હોસ્પિટલમાં વિવિધ રોગના ૬૭૨૭ તથા ૨૦ એપ્રિલ સુધીમાં ૪૨૬૩ દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર હેઠળ હતા. છેલ્લા ૨૪ દિવસમાં અમદાવાદમાં ગરમી સહિતના કારણોસર ૯૭૬ લોકો મુર્છિત થઇ ગયા હતા.
બીજી તરફ સોલા સિવિલમાં ૨૪ દિવસમાં ૨૮ હજાર દર્દીઓ સારવાર માટે આવ્યાં હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે, એક તરફ શહેરમાં રોગચાળો બેકાબૂ બની રહ્યો છે.પાણી પુરતા પ્રેસરથી ના મળવુ કે પ્રદૂષિત પાણી આવવુ એ પ્રકારની ફરિયાદો વધી રહી છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઓ.પી.ડી.તથા ઈન્ડોર પેશન્ટની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.આ પરિસ્થિતિને કેમ કરી નિયંત્રણમાં લાવી શકાય એ બાબતની ગંભીરતાથી ચર્ચા કરવાના બદલે બોર્ડ આટોપી લેવાયુ હતું. મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી છે. માત્ર એલ.જી.હોસ્પિટલમાં બે મહિનામાં ૯૮ હજારથી વધુ દર્દી ઓ.પી.ડી.માં નિદાન કે સારવાર માટે પહોંચ્યા હતા.હોસ્પિટલમાં માર્ચ મહિનામાં ૬૭૨૭ દર્દી જયારે ૨૦ એપ્રિલ સુધીમાં ૪૨૬૩ દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હતા. એલ.જી.હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૨માં ઓ.પી.ડી.માં નવા ૨૯૫૩૯ દર્દી અને જુના ૩૧૭૬૦ મળી કુલ ૬૧૨૯૯ દર્દી હોસ્પિટલ પહોંચ્યા હતા.૨૦ એપ્રિલ-૨૦૨૨ સુધીમાં હોસ્પિટલમાં ચાલતી ઓ.પી.ડી.માં નવા ૧૮૦૮૪ અને જુના ૧૯૧૯૦ દર્દી એમ કુલ મળી ૩૭૨૭૪ દર્દી પહોંચ્યા હતા. ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ ૪૪ ડિગ્રી થવાની આગાહી છે. એપ્રિલ માસ ઉનાળામાં આકાશમાંથી અગનવર્ષા કરતો જાેવા મળી રહ્યો છે. ત્યારે ગરમીના લીધે માનવ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ ઉભી થવા પામી છે. છેલ્લા ૨૪ દિવસમાં અમદાવાદમાં ગરમી સહિતના કારણોસર ૯૭૬ લોકો મુર્છિત થઇ ગયા હતા.૮૭૯ લોકોના ઝાડા-ઉલટી, ૭૦૦ લોકોને છાતીમાં દુખાવો, ૧૩૧૬ લોકોને પેટનો દુખાવો થતા તાત્કાલિક ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદ લેવાની ફરજ પડી હતી.
Recent Comments