fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર ગઢડાના ઇટવાયાથી ખિલાવડ ગામનો રસ્તો અતિ બિસ્માર અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન

ગીરગઢડાના ઇંટવાયા થી ખિલાવડ તરફ જતાં ઇંટવાયા ગામથી
અંદાજે ૭૫૦ મીટર અને ખીલાવડ ગામથી બાયપાય રોડ આશરે ૧૪ વર્ષથી બિસ્માર હોય આ બાબતે તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં સુધી કંઇ નિરાકરણ આવેલ નથી.આ રોડ જ્યા માલીકીના ખેતરી માંથી પસાર થતો હોય તે ખેડૂતોને ૨૮ વર્ષ પહેલા વળતર ચૂકવી થવા છતાં આજ સુધી આ ડિપાર્ટમેન્ટ દ્વારા કંઇ કરી શક્તા ન હોય સર્વેનં.૧૪/૧ અને ૧૪/૨ના ખાતેદાર ખેડૂત રોડ પોતાના ખેતરમાં કરવો તેવુ લખાણ પણ આપેલ છે. તેમ છતાં અમરેલી તથા ગીરસોમનાથ અને જુનાગઢ જીલ્લાને જોડતો આ રસ્તો બે કટકા બાકી રહેતા હોવાથી ભારે મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. અને છેલ્લા પાંચ વર્ષથી દ્રોણેશુર ગુલ તથા શૈક્ષણીક કાર્ય માટે અંદાજે ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ બસમાં તેમજ વાહનમાં અપડાઉન કરતા હોય છે. આ સીવાય અન્ય સ્કુલ બસોવાહનો પણ પસાર થતા હોય છે. ચોમાસા દરમ્યાન આ રસ્તા પર વરસાદના પાણી ભરાતા હોવાથી ભારે મુશ્કેલી પડતી હોવા છતાં પણ બાબતે તંત્ર નક્કી કાર્યવાહી કરવામાં આવેલ નથી. આમ રસ્તાને તાત્કાલીક કરવામાં નહીં આવનારા દિવસોમાં રોગન કરવામાં આવશે. અને કર્ચરીનો ઘેરાવ કરવાની ફરજ પડશે. આ સમયે કોઇ ઘટના ઘટે તો જેતે ડિપાર્ટમેન્ટની રહેશે. બન્ને રોડના બાકી કટકા ૨૦૦૯ માં રોડ થયેલ ત્યા અને ૨૦૧૮માં રોડનુ કામ થયેલ તે વખતે અનેક રજુઆતો કરેલ હતી. અને ધારાસભ્ય દ્વારા પણ રજુઆત કરાયેલ તેમ છતાં આજ સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. આમ બાબતે માનવ ઉત્કર્ષ સેવા સમીતીના પ્રમુખ હસમુખભાઇ આંણદાણીએનાયબ કાર્યપાલક ઇજનેર ઉના લેખિત રજુઆત કરી માંગણી કરી હતી.

Follow Me:

Related Posts