fbpx
ગુજરાત

આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપના 26 વર્ષના શાસન વિષે કહી આ વાત

 26 વર્ષથી શાસન કરી રહેલી BJP થી હવે લોકો કંટાળી ગયા છે, તેથી તેને હરાવવી જરૂરી છે : મહેશ વસાવા

ભાજપ નિરંતર 26 વર્ષથી રાજ્ય પર શાસન કરી રહી છે, અને લોકો હવે BJP થી કંટાળી ગયા છે તેથી હવે તેને હરાવવી જરૂરી તેમ મહેશ વસાવાએ જણાવ્યું હતું. BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ તેમાં પણ ખાસ કરીને મોંઘવારી, શિક્ષણ સહિતના અનેક પ્રશ્નોને લઈને કરી હતી મોટી વાત. આવનારા સમયમાં તેઓ આમ આદમી પાર્ટી સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મહેશ વસાવાએ BJP ના શાસન પર ટિપ્પણી કરી હતી.

હાલમાં કેન્દ્રમાં એવું કહેવામાં આવી રહ્યું છે, કે ભારત દેશ દુનિયાનો વિશ્વગુરુ બનશે. પરંતુ હકીકત તો એ છે કે, દેશમાં એક ગરીબ અને એક અમીર ભારત વસવાટ કરે છે. જેમાં ઉદ્યોગપતિઓને લ્હાણી આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોની કોરોના, મોંઘવારીનો મારો નાંખીને હાલત ખરાબ કરી દેવામાં આવી છે, તેથી હવે ભાજપને પ્રતિઉત્તર આપવા માટે BTP નેતા મહેશ વસાવાએ આપ પાર્ટી અને ખાસ કરીને તેની વિચારધારા સાથે તેમણે જવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું, કે તેઓ હવે આગળની રણનીતી બનાવશે, ગરીબો માટે કામ કરશે. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નવા ગુજરાતનું મોડલ તેઓ આપવા માંગે છે. 1 મેના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી છુટુ પડ્યું ત્યાર બાદ સ્વતંત્ર થયું. દેશના ટ્રાયબલ વિસ્તારમાં કામ કરીશું. જે રીતે આ લોકો ગુજરાતનું મોડલ આપીને દેશ પર રાજ કરી રહ્યા છે, જેથી ગુજરાતથી જ શરુ કરીને આખા દેશને મેસેજ આપીશું. ટ્રાયબલ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં આગળ વઘીશું. 26 વર્ષથી ભાજપના શાસનથી હવે લોકો કંટાળી ગયા છે, તેથી હવે તેને હટાવવી જરૂરી બની ગઈ છે. લોકો હવે આ પાર્ટીથી ત્રાહિમામ થઈ ગયા છે.

Follow Me:

Related Posts