સૌરાષ્ટ - કચ્છ

ભુજની બે સગીરાએ મિત્ર સાથે ફરી આવ્યા બાદ અપહરણનું નાટક ઉભુ કર્યું

ભુજના વાલદાસનગરમાં રહેતી બે સગીરાઓ કોલ્ડ્રીંક લેવા જવાનું કહીને સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. દરમિયાન એક સગીરાએ મોબાઇલ પર તેમના પરિવારજનોને પોતાનું કોઇ અપહરણ કરી ગયું હોવાનું અને રૂમમાં પુરીને બાંધી દઈ ગોંધી રાખી હોવાનો વોટ્‌સએપ મેસેજ કર્યો હતો. બાદમાં રાતે બે સુધી સગીરાના ફોન પર મેસેજનો રીપ્લાય મળ્યો હતો પરંતુ પોણા ત્રણ વાગ્યા બાદ ફોન બંધ થઇ ગયો હતો. દરમિયાન પરિવારજનો દ્વારા વારંવાર ફોન કરવા છતાં સગીરા ફોન કટ કરતી નાખતી હતી. જેથી પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બે સગીરાઓ તેમના મિત્રો સાથે ફરવા ગઇ હતી.

બાદમાં પરત ફરી હતી. પરિવારજનોના ડરને કારણે ઘરે જવાને બદલે વાલદાસનગર અને અરહિંત નગર પાસે આવેલા મંદિરમાં બેસી રહ્યા બાદ ઝાડી ઝાખરામાં છુપાઇ ગઇ હતી. પોલીસે સગીરાના મોબાઇલ નંબરને ટ્રેસ કરતાં બન્ને સગીરાઓ મળી આવી હતી. સગીરાઓએ તેમના મિત્રો સાથે ફરવા ગયા બાદ અપહરણનું ખોટું નાટક ઉભુ કર્યું હતું. હાલ સગીરાઓ અને તેના પરિવારજનોને તેમજ સગીરા જેમના સાથે પોતાની મરજીથી ગયેલ હતી. તે યુવકોને બોલાવી પુછપરછ હાથ ધરાઇ રહી છે. મીરજાપર હાઇવે પર કારના શોરૂમમાં કામ કરતા બે યુવકોને સગીરાઓએ ફોન કરીને જયનગર પાસે બોલાવ્યા હતા. બાદમાં તેમની સાથે ફરવા ગઇ હતી.

બાદમાં બે યુવકો સગીરાઓને વાલદાસનગર તેમના ઘર પાસે મુકી ગયા હતા. પરંતુ પરિવારજનોની બીકે સગીરાઓએ આખી રાત વાલદાસનગરના મંદિરમાં અને સવારે બાવળોની ઝાડીમાં બેઠી રહી હતી. આ કેસમાં કાયદાકીય જાેગવાઇ મુજબ અપહરણની ફરિયાદ નોંધવાઇ હતી. જાે કે, સગીરાઓ સામેથી મિત્રને મળવા ગઇ હોવાનું ટેકનિકલ અપહરણ હોવાનું સામે આવતાં હવે ફરિયાદમાં સી સમરી ભરવામાં આવશે તેવું પરંતુ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું. દરમિયાન મીરજાપર ખાતે રહેતી સગીર કન્યાનું લગ્નની લાચે ભુજના વાણિયાવાડ નાકા પાસેથી મીરજાપરના જ ઇકબાલ જુમા નોતિયાર નામનો શખ્સ અપહરણ કરી જતાં ભોગબનારના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી કરી છે.ભુજના વાલદાસનગરમાં રહેતી ૧૬ અને ૧૪ વર્ષની વયની બે સગીરાઓ મિત્ર સાથે ફરવા ગયા બાદ પરત ફરી પરિવારજનોના ડરને કરાણે પોતાનું કોઈકે અપહરણ કરી ગયા હોવાનું નાટક ઉભુ કર્યું હતું જાે કે, મોબાઇલ ટ્રેસ કર્યા બાદ પોલીસે બે કન્યાઓની શોધ કરી લઇ જેની સાથે ગઇ હતી. તે બે યુવકને પણ પોલીસ મથકે બોલાવી પુછતાછ હાથ ધરી છે.

Follow Me:

Related Posts