બગસરા પોલીસ સ્ટેશનનાં NDPSગુનાના કામે નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ
શ્રી અધિક પોલીસ મહાનિરીદેકશ્રી, એ.ટી.એસ.,અને કોસ્ટલ સિક્યુરીટી, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓ* દ્વારા રાજયનમાં એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગુનાઓ (હથિયાર, એન.ડી.પી.એસ., આતંકવાદી પ્રવૃત્તી, બનાવટી ચલણી નોટો વિગેરેમા નાસતા-ફરતા આરોપીઓ સતત દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય, જેથી આવા એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા તેમજ તેઓની ઉત્પાદન, સંગ્રહ, હેરા-ફેરી, વેચાણ અને ઉપયોગ સબંધિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા અંગે *તા.૨૦/૦૪/૨૦૨૨ થી તા.૧૯/૦૫/૨૦૨૨* સુધી ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને *શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરના* ઓની રાહબરી હેઠળ અમરેલી જીલ્લાનાં પોલીસ દળને જરૂરી સુચનાંઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓ દ્વારા આવા ગુન્હાનાં કામે નાસતા-ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે-રોલ/ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી *એસ.ઓ.જી.પો.સ.ઈ.એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમની* અલગ-અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી મેળવી અમરેલી જીલ્લાનાં બગસરા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપી (નાસતો-ફરતા)ને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી
મથુરભાઇ હિરાભાઇ જમોડ ઉં.વ.૪૪, ધંધો-મજુરી રહે.કાલાસરી કોળીવાડ મહાકાળી ચોક તા.વીસાવદર જી.જુનાગઢ.
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ
બગસરા પો.સ્ટે પાર્ટ-બી ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૯૨૨૦૨૦૭/૨૦૨૨ NDPS એકટની કલમ-ર૦(બી), ૨૯ મુજબ,નાં ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ છે. કે, મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપીને ગાંજો બહાર થી લઇ આપતો હતો. .
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ *એસ.ઓ.જી પો.સ.ઇ.એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમને* બગસરા પો.સ્ટે.નાં એન.ડી.પી.એસ. ગુનાનાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
Recent Comments