fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની શાળાઓની મરામત કરવાની કામગીરી તાત્કાલીક શરૂ કરો : પરેશ ધાનાણી


અમરેલી જિલ્લામાં આવેલી શાળાઓનું જેના દ્રારા સંચાલન થાય છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીમાં પ્રાથમિક શિક્ષણાધિકારી લાંબા સમયથી નથી અને હાલમાં માત્ર ચાર કર્મચારીઓ પર જ આખી કચેરી ચાલે છે, આથી કામનું ભારણ વધતા તેની માઠી અસરો પડી રહી છે.
અમરેલી જીલ્લા પંચાયતની શાળાઓની સ્થિતી
કુલ પ્રા. શાળા ૭૮ર
શિક્ષકો પ૦પ૩
છાત્ર ૧૭૪૪૩૬
ઓરડાઓની ઘટ ર૪૭
સાક્ષરતા દર ૬૭.૭ર
૩પ% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ૧૦૯ ગામ

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કુલ ૭૮ર પ્રાથમિક શાળાઓમાંથી ૧૪૧ શાળાઓના ૬૧૮ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે, થોડા સમય અગાઉ જ રાજુલાની કન્યાશાળામાં ચાલુ કલાસે પોપડા પડતા બે વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. અમરેલી, કુંકાવાવ,સાવરકુંડલા, લાઠી,બાબરા, બગસરા, રાજુલા, જાફરાબાદ, ખાંભા સહીતના તાલુકાની શાળાઓના ઓરડા જર્જરીત છે જે મુદે હજુ સુધી આ ભાજપ સરકારે કોઈ કાર્યવાહી કરાઈ નથી, કોરોના બાદ જિલ્લામાં નવા ઓરડા બનાવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.

Follow Me:

Related Posts