fbpx
અમરેલી

લટુરિયા હનુમાનજી મંદિરે શ્રીમદ્ર ભાગવત કથામાં હઠયોગી તપસ્વી સંતોની જમાતના દર્શન સાથે    કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો.

દામનગર શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે ૧૬ વર્ષના કઠોર તપ સમાપન પ્રસંગે  ચાલતી ભાગવત કથામાં અનેકો હઠયોગી ની હાજરી વચ્ચે ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરી બાપુના સાનિધ્યમાં શાસ્ત્રી મહેશભાઈ જોશીના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માનવ મેદની વચ્ચે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની વેશભૂષા સાથે અનેક કોઠાર સિદ્ધ સંતો જમાતના દર્શન સાથે ઉજવાયો હઠ યોગી સાધુ ઓની જમાતનો દર્શનીય નજારો

 અનેકો પ્રકાર ની કઠોર સાધના કરતા સંતોના દર્શન ભજન ભોજનનો ધર્મલાભ મેળવતા શ્રધ્ધાળુ ભાવિકો શ્રીમદ્ ભાગવત કથાના પાંચમાં દિવસે ૫૦૦૦ હજારથી વધુ ભાવિકોને ભોજન પ્રસાદ સાથે ઉચ્ચ ભુજા જેવી  કઠોર સાધના કરતા સાધુઓના દર્શન શાસ્ત્રી મહેશભાઈ જોશી વ્યાસાસને  શ્રીમદ્ર ભાગવત કથા  મંડપ બહાર ઉભા રહીને પણ માનવ મેદની કથા શ્રવણ કરી કઠોર તપસ્વી  સાધુ સંતો અને હજારો ભાવિકોની હાજરીમાં ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ સાથે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો અંતરઆત્માને આનંદિત કરતી કથા માં ઉનાળાના ધોમધખતાં તાપ ગિષ્મમાં  ખડેશ્વરી હઠયોગીનું ભાવિકો ઉપર હિમાલય જેવો હેત સમગ્ર દામનગર શહેર ધર્મમય બન્યું પાંચ દિવસથી અવિરત માનવ પ્રવાહ ભાગવત કથા તરફ કથા સત્રના સમયે હાજર રહે છે પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ ની કઠોર સાધના સમાપન માટે સેવક સમુદાય ઉત્સુક છેલ્લા ૧૬ વર્ષ થી અવિરત ઉભા પગે તપ કરતા પૂજ્ય ઘનશ્યામગિરી બાપુ તપ સમાપન કરે તેવી પ્રતીક્ષા કરતા ભાવિકો

Follow Me:

Related Posts