fbpx
ભાવનગર

આમ તો પીપાવાવ સુધી ગુડ્સ ટ્રેનની ગતિ હવે વીજળી ગતિએ. મહુવાથી ઉપડતી ટ્રેન ડીઝલ એન્જિનથી જ ક્યાં સુધી ચાલશે..??

આમ તો વર્ષો પહેલાં આપણાં સાવરકુંડલાનાં આંગણે બ્રોડગેજ લાઈનનાં પાટા પથરાયા અને શરૂ થયું માલવાહક પરિવહન પીપાવાવ સુધી ડીઝલ એન્જિન દ્વારા બ્રોડગેજ રેલવેનાં આ પાટા પર શરૂ થયું.
  આમ તો દેશની બદલતી આર્થિક વ્યવસ્થાનાં પાયા તો ઘણાં વર્ષો પહેલાં નંખાયા હતાં અને એક સમય હતો દેશનું પ્રથમ પીપાવાવ રેલવે કોર્પોરેશન એક ખાનગી સંચાલન રેલવે વ્યવસ્થાનાં પાયા નંખાયા હતાં.
  આમ તો શરૂઆતમાં નિયમો પણ એવાં આંટીઘૂંટીવાળા હતાં કે આ મહુવા સાવરકુંડલા રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેન શરૂ થવાની શક્યતા જ ન   હતી. પરંતુ તત્કાલીન રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે અંગત રસ લઇને આ આડાઅવળા નિયમોની આંટીઘૂંટી ઉકેલી અને પેસેન્જર ટ્રેન શરૂ થવાનો માર્ગ મોકળો થયો.
   આમ તો સાવરકુંડલા, મહુવા, લીલીયા, દામનગર, ઢસા અને સંલગ્ન રૂટનાં અનેક ગામોના લોકો, સામાજિક તથા રાજકીય સંગઠનોએ આ રૂટ પર રેલવે યાત્રી સેવા શરૂ કરાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા. ઉપવાસ આંદોલનની એક હારમાળા સર્જાઈ અને કેન્દ્ર સરકાર સુધી યાત્રી ટ્રેન શરૂ કરાવવા ધારદાર રજૂઆતો થઈ. અંતે તત્કાલીન સરકાર દ્વારા આ બ્રોડગેજ રેલવે રૂટ પર રેલવે સેવા શરૂ કરવામાં આવી.ત્યાર બાદ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાવવા માટે પણ એક લાંબી લોકલડત મંડાયેલી..ઇતિહાસ તો આ રેલમાર્ગનો સૌથી નિરાળો છે. અને વર્તમાન પણ રસપ્રદ.  પછી શરૂ થયું વિદ્યુતિકરણનું અભિયાન. અને  કોરોના કાળમાં સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે રૂટનું વીજળીકરણ પણ થઈ ગયું. એટલે માલવાહક ટ્રેન હવે વિદ્યુત રેલવે એન્જિન દ્વારા પણ ચાલતી જોવા મળે ખરી. પરંતુ યાત્રી ટ્રેનનાં નસીબમાં તો હજુ પણ ડીઝલ એન્જિન જ રહ્યું કારણ કે હજુ મહુવા સુધીનું ઈલેકટ્રીફિકેશન થયું નથી.
એટલે જ્યાં સુધી મહુવા રેલવે સ્ટેશન સુધી વિદ્યુતિકરણ ન થાય ત્યાં સુધી તો યાત્રી ટ્રેન ડીઝલ એન્જિનથી જ ચાલે એ પણ સ્વાભાવિક છે.
આમ સાવરકુંડલાનાં રેલવે ટ્રેક પર માલવાહક ટ્રેન વિદ્યુત એન્જિનથી પણ પસાર થઈ શકે. પરંતુ યાત્રી ટ્રેન તો ડીઝલ એન્જિન દ્વારા પસાર થતી જોવા મળે છે. આમ એક જ સ્ટેશનના એક જ ટ્રેક  પર લોકોને ડીઝલ અને વિદ્યુત એન્જિન દ્વારા પસાર થતી ટ્રેન જોવા મળે ખરી. ઈચ્છીએ કે વહેલી તકે મહુવા સુધી વીજળીકરણની કામગીરી થાય અને લોકોને વિદ્યુત યાત્રી એન્જિનનો લાભ મળે.  આ રૂટ પર ડીઝલ ઈંધણનો ઉપયોગ ઘટશે અને વિદ્યુતિકરણથી આ વિસ્તારનું પર્યાવરણ પણ થોડું વધારે શુધ્ધ થશે. અને ડીઝલનો વપરાશ ઓછો થતાં દેશનું વિદેશી હૂંડિયામણ પણ બચશે.
આમ પણ આ રશિયા અને યુક્રેનના ધમસાણ યુધ્ધમાં આજનહી તો ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ મોંઘા તો  થશે જ એ નિર્વિવાદ છે. સરકારે આ અંગે ગંભીરતાથી વિચાર કરી ઝડપી એક્શન પ્લાન તૈયાર કરી વિના વિલંબે અમલમાં મૂકવો જોઈએ. આમ પણ ગુજરાત તો વાયબ્રન્ટ જ છે એટલે મોડું એટલું નુકસાન પણ લોકોએ જ વેઠવું પડે.!! આ બાબતે સાંસદ પણ કોઈ સમયબધ્ધ રોડમેપ તૈયાર કરી સંસદમાં બુલંદ અવાજ ઉઠાવે એવું આમજનતા ઈચ્છે છે. અને વહેલી તકે આ રૂટને વિદ્યુતિકરણનો લાભ મળે એવું આમજનતા ઈચ્છે છે.

Follow Me:

Related Posts