બનાસકાંઠા એલસીબી પોલીસને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ ગાડી નંબર જીજે૧૨.સીડી.૫૫૮૯માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવવાનો છે. જે બાતમીના આધારે ડીસાના ગોગાડેરી પાસે ગાડીને ઝડપી પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૯ બોટલ જેની કિંમત ૮૪ હજાર ૩૩૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂ અને ગાડી સહિત કુલ રૂ. ૩ લાખ ૯૦ હજાર ૩૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત ગાડીના ચાલક વિરારામ સાલુંજી રબારી રહે. બાદપુરા, સાંચોર, રાજસ્થાન તથા મહેન્દ્રજી રાજપૂત રહે. ધાખા તા. ધાનેરા વાળાને પકડી બંન્ને વિરૂદ્ધમાં પ્રોહિબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૫૯ બોટલો સાથે બે ઈસમને ઝડપી પાડ્યા છે. જે દારૂની કિંમત ૮૪ હજાર ૩૩૦ રૂપિયા એમ કુલ ૩ લાખ ૯૦ હજારથી વધુનો મુદ્દામાલ પકડી પાડી ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડીસામાં દારૂ ભરેલી કાર સાથે બે ઈસ્મને ધરપકડ કરતી એલસીબી પોલીસ

Recent Comments