દામનગર શહેર માં સાવરકુંડલા – ભાવનગર હાઇવે રોડ ઉપર પથ્થર ના રોકા નાખી કોન્ટ્રકટર મહિના ઓથી ગાયબ કેમ? ધારાસભ્ય ઠુંમર સમક્ષ શહેરીજનો ની માર્ગ શરૂ કરાવો

દામનગર શહેર ના સાવરકુંડલા – ભાવનગર હાઇવે રોડ ઉપર પથ્થર ના રોકા નાખી કોન્ટ્રકટર મહિના ઓથી ગાયબ કેમ? દામનગર ઘનશ્યામનગર પાસે ના ધ્રુફણીયા -ભુરખિયા રોડ ચોકડી તરફ થી ધ્રુફણીયા નાના મોટા ઉમરડા તરફ જતા સ્ટેટ ના સાવરકુંડલા- ભાવનગર રોડ નું ઘનશ્યામનગર પાસે થી રોડ ઉપર પથ્થર ના રોકા પાથરી દેવાયા ને મહિના ઉપર નો સમય થયો કામ કરતી એજન્સી કોની રાહ જોવે છે ?રાહદારી માટે ભારે હાલાકી અને વાહનો ને નુકશાન કરતી ત્રાસદાય વ્યવસ્થા બંધ કરી આ માર્ગ ચાલવા યોગ્ય કરવા ધારાસભ્ય ઠુંમર ને વિગતે પત્ર પાઠવી રજુઆત કરતા શહેરીજનો દામનગર ની ભગીરથ સોસાયટી મારુતિ હરેકૃષ્ણ સોસાયટી ઘનશ્યામનગર સહિત ધ્રુફણીયા ઉમરડા નાના મોટા સહિત શહેરીજનો પેટ્રોલ પમ્પ જતા ભારે લાચારી ભોગવી રહ્યા છે આવો યાતના જનક હાલક ડોલક વિકાસ ક્યાં સુધી ચાલશે ? શહેરીજનો નો સવાલ
Recent Comments