fbpx
સૌરાષ્ટ - કચ્છ

હળવદમાં 3 સ્થળોએ સરાજાહેર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઇ,રૂ.18,350નો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં હળવદમાં એક સાથે 3 સ્થળો પર  સરાજાહેર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર હળવદ પોલીસની ટિમ ત્રાટકી હતી. અને કુલ રૂ.18,350નો મુદામાલ કબ્જે કર્યો છે.

પ્રથમ કિસ્સામાં ચુંપણી પાવર હાઉસ ની સામે સુંદરી ભવાની જવાના માર્ગે આરોપી મહેશભાઇ ધીરૂભાઇ વાઘેલા પોતાના રહેણાંક મકાન પાસે જાહેર જગ્યામાં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦/- તથા ઠંડો આથો લીટર ૧૬૦૦ કિ.રૂ.૩૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ કી.રૂ.૫૦/- તથા પાટલી નળી સાથે નંગ-૧ કી.રૂ.૦૦/- તથા દેશી દારૂ આશરે લીટર-૮૦ કિ.રૂ.૧૬૦૦/-મળી કુલ કિ.રૂ.૫૦૫૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવ્યો હતો. જ્યાં હળવદ પોલીસે પ્રોહિ.કલમ-૬૫,બી,સી,ડી,ઇ,એફ, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા કિસ્સામાં આંદરણાથી ચરાડવા ગામ તરફ જતા બીસેરો ટાઇલ્સ કારખાનાની બાજુમાં આરોપી રમેશભાઇ વેલાભાઇ ચીરોડીયા તથા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકીભા ભરતસિંહ ઝાલ  એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નં-૦૧ નાએ આરોપી નં-૦૨ પાસેથી કીંગફીસર સ્ટ્રોંગ પ્રીમીયમ ૫૦૦ એમ.એલ.ના બીયરના ટીન નંગ-૮ કી.રૂ. ૮૦૦/- ના ખરીદ કરી વેચાણ અર્થે પોતાના કબજામાં રાખી આરોપી નં-૦૧ બીયરના ટીન નંગ-૮ કી.રૂ. ૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/ મળી કુલ કી.રૂ. ૫,૮૦૦/- ના મુદામાલ સાથે હાજર મળી આવી તેમજ આરોપી નં-૦૨ હાજર નહી મળી આવ્યા હતા જ્યાં હળવદ પોલીસે પ્રોહીબીશન એકટ કલમ-૬૫એ,એ,૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે ત્રીજા કિસ્સામાં જુનાધનાળા ગામની સીમ રેલ્વે સ્ટેશન પાછળ ખાડામાં બાવળની ઝાડીમાં આરોપી વાસુદેવ ઉર્ફે ડાયાભાઇ પ્રેમજીભાઇ બજાણીયા સરકારી ખરાબામાં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦/- તથા ઠંડો આથો લીટર ૩૧૦૦ કિ.રૂ.૬૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૨ કી.રૂ.૧૦૦/- તથા પાટલી નળી સાથે નંગ-૨ કી.રૂ.૦૦/- તથા દેશી દારૂ આશરે લીટર-૫૦ કિ.રૂ.૧૦૦૦/-મળી કુલ કિ.રૂ.૭૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો. જ્યાં હળવદ પોલીસે પ્રોહિ.કલમ-૬૫,બી,સી,ડી,ઇ,એફ, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Follow Me:

Related Posts