હાલ ઉનાળાની કપરી પરિસ્થિતિ વચ્ચે જાે આ કનેક્શન આપવામાં આવે તો કૈલાશનગરના લોકોને પાણીની સુવિધા ઉપલબ્ધ થાય. હાલમાં તો ગામમાંથી પાણી છોડે ત્યારે જ કૈલાશ નગરના લોકોને પાણી મળે છે ત્યારે ટાંકામાં નર્મદાનું કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે પણ ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા લાઇટનું કનેક્શન ન અપાતા આ ટાંકા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.આટકોટના કૈલાશનગરમાં રૂ.૨૩ લાખના ખર્ચે લોકોની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ગ્રામ પંચાયતે આગોતરા આયોજનના ભાગ રૂપે ૩ ટાંકા બનાવી રાખ્યા છે. પરંતુ હજુ સુધી પીજીવીસીએલનું જાેડાણ આપવામાં આવ્યું નથી. ટાંકાને પાણીથી ભરવા વીજળીની જરૂર છે પણ વીજળીના વાંકે ઉનાળામાં છતે પાણીએ તરસ્યા જેવી હાલત થઇ રહી હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓ કરી રહી છે. મહિલાઓનો દાવો છે કે, ૮ દિવસે એક જ વાર માંડ ૩૦ મિનિટ જ પાણી મળે છે. અમે આ અંગે અવારનવાર રજૂઆત કરી છતાં હજુ સુધી લાઈટના કનેક્શન આપવામાં આવ્યા નથી જાે લાઈટના કનેક્શન આપવામાં આવે તો જ કૈલાશ નગરના લોકોને પાણીની સુવિધા મળી રહે તેમ છે. લોકોને હાલમાં ૮ દિવસે માંડ ૧ વાર પાણી મળી રહે છે. જાે આ ત્રણેય ટાંકા શરૂ કરવામાં આવે તો લોકોને પાણીની સારી એવી સુવિધા મળી રહેશે.
રાજકોટના કૈલાશનગરમાં પીજીવીસીએલના જાેડાણના વાંકે ૨૩ લાખના ખર્ચે બનેલ ૩ ટાંકા નકામા


















Recent Comments