fbpx
અમરેલી

ભરાડ સ્કૂલ – અમરેલી આયોજીત  બાળકો માટે સમર કેમ્પ સંપન્ન થયો,પ્રા.જે.એમ.તલાવીયાના હસ્તે ઉદ્ઘાટન અને  અવધ હેરીતેજના રોમીલ ચૌહાણ દ્વારા પ્રોત્સાહન.

 ભરાડ સ્કૂલ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ બાળકો ની કલ્પના શક્તિ અને કુશળતાના વિકાસના ભાગ રૂપે તારીખ ૨૪/૦૪/૨૦૨૨ને રવિવાર થી ૧/૫/૨૦૨૨ને રવિવાર સુધી સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન અમરેલીના જાણીતા શિક્ષણવીદ પ્રા.જે.એમ.તળાવિયાના હસ્તે થયું હતું. આ દિવસે બાળકો ને spring tree બનાવતા શીખવા માં આવ્યું હતું. આમાં બાળકોને પરેશભાઈ મહેતા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બીજા દિવસે બાળકોને ફોટો ફ્રેમ બનાવતા શીખવામાં આવી. ત્રીજા દિવસે બાળકો ને piggy Bank બનાવતા શીખવામાં આવ્યું જેમાં creativity સાથે બચતનો પાઠ બાળકો શીખ્યા. ચોથા દિવસે અમરેલી શહેર ની સરકારી કચેરીઓ જેવી કે રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને બાલ ભવન ની બાળકોએ મુલાકાત લીધી  અને સરકારી કામકાજની જાણકારી મેળવી. પોલીસનો ડર દૂર કરી મિત્રતા કરી. પાચમાં દિવસે બાળકોએ કરાટે ની તાલીમ રોહિતભાઇ મહેતા પાસેથી લીધી સાથે સાથે ફાયર સેફટી ની માહિતી ફાયર સેફ્ટી વિભાગના ગઢવીસાહેબ અને કર્મચરીઓની પાસેથી મેળવી. છઠ્ઠા દિવસે બાળકોએ ડાન્સ કેતનભાઈ મહેતા પાસે શીખ્યો સાથે મમ્મી માટે mother’s day નું કાર્ડ બનાવ્યું.

સાતમાં દિવસે અવધ હેરિટેજમાં પિકનિકનો આનંદ લીધો. રોમીલભાઈ ચોહાણ દ્વારા બાળકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા અને છેલ્લા દિવસે એક નાનકડા annual day નું આયોજન થયું, જેમાં બાળકોએ પોતાના ડાન્સ રજૂ કર્યા અને સાથે પોતાના અનુભવોનું વર્ણન કર્યું. વાલીઓ દ્વારા સમર કેમ્પ નો પ્રતિભાવ આપવામાં આવ્યો. મુખ્ય અતિથિ પ્રા.જે.એમ.તળાવિયા અને બિપીનભાઈ જોશીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું. ભરાડ સ્કૂલના જૈમિન સર દ્વારા સ્વાગત પ્રવચન અને દીપકભાઈ દવે દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર સમર કેમ્પ માં વિજેતા બાળકો ને સન્માનિત કરાયા અને બાકી બધા બાળકો ને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પા મેડમ અને ભરાડ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર પંકજભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ થયું. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ નિષ્ઠા મેંડમ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર સમર કેમ્પ નું સુચારુ સંચાલન સમર કેમ્પની ટીમના સભયું શ્વેતાબેન વિઠલાણી, અલ્પાબેન મહેતા , હેતલ મેડમ, નિષ્ઠા મેડમ, શોભા મેડમ, ક્રિષ્ના મેડમ તથા ભરાડ સ્કૂલ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું તેમ પંકજભાઈ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts