અમરેલી

અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થઇ ગયેલ કાચા કામના કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

💫 *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી* નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટીને ફરાર થઇ ગયેલ નાસતા ફરતા કેદીને રાજુલા બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
💫 ફરાર થયેલ કેદી અમરેલી જિલ્લા જેલ ખાતે પ્રોહિબીશનના કેસમાં કાચા કામના કેદી તરીકે હોય અને હાલ કોરોના વૈશ્વિક મહામારી સબબ આ કેદીને તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ દિન-૬૦ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ. આ કેદીને તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ કેદી જિલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.   
💫 *પકડાયેલ કેદીઃ-* કૈલાશભાઇ સોમાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.જાફરાબાદ, પીપળી કાંઠા, તા.જાફરાબાદ, જિ.અમરેલી
💫 પકડાયેલ કેદીને અમરેલી જિલ્લા ખેલ ખાતે કેદ રહેવા સારુ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
💫 આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts