ચંદુ ની માનવીય સેવાને નજીકથી નિહાળી છે– પ્રધાનમંત્રી મોદી ,ચંદુભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા પરશોતમભાઈ રૂપાલા
બેસણામા માનવમહેરામણે
સ્વ.ચંદુભાઈ ને શ્રધ્ધાસુમન સાથે સંઘાણી
પરિવારને શાંત્વના પાઠવી
માનવ સેવાનું કાર્ય ચંદુ સંઘાણીએ અવિરત કર્યુ તેમની સેવાને મે નજીકથી નિહાળી છે તેમ ચંદુભાઈ સંઘાણીને શ્રધ્ધાંજલી પાઠવતા દિલીપ સંઘાણી સાથેની ટેલીફોનીક વાતચિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવેલ છે, માનવ સેવા લોકોના દિલ અને દિમાગમા કેટલી સમારાત્મક ઉર્જા અને ઓળખ ઉભી કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ સ્વ.ચંદુભાઈ સંઘાણીને શ્રધ્ધાંજલી અપર્વા અને સંઘાણી પરિવારને શાંત્વના પાઠવવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે લોકો ઉમટી પડયા હતા આ તકે મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ ચંદુભાઈ સંઘાણી સાથેના સંસ્મરો વાગોળ્યા હતા.
ચંદુભાઈ સંઘાણીના અવસાન બદલ સંઘાણી પરિવારને સહાનુભૂતિ અને શાંત્વના પાઠવવા અનેક મહાનુભાવો આજ રોજ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, વજુભાઈ વાળા, પૂ. વલકુબાપુ, મહાવિરબાપુ, જીગ્નેશદાદા, વિજયબાપુ, ભકિતરામબાપુ, ઘનશ્યામભાઈ અમીન, નારણભાઈ કાછડીયા, જે.વી.કાકડીયા, પરેશભાઈ ધાનાણી, ભરતભાઈ ચૌહાણ, પીયુશભાઈ શુકલ, ભાવેશભાઈ ચક્રાણી, અશ્વિનભાઈ સાવલીયા, શરદભાઈ આડતીયા, પી.પી.સોજીત્રા, ભગુભાઈ સોલંકી, મુજફરહુસેન સૈયદ, કૌશિકભાઈ વેકરીયા, શરદભાઈ લાખાણી, દિનેશભાઈ પોપટ, જીવનભાઈ બારૈયા, પ્રભુદાસભાઈ તલાટી, ડી.ડી.ધાધલ, અશોકભાઈ ગીડા, બાવકુભાઈ વાળા, કાળુભાઈ પાનસુરીયા, કીલુભાઈ શુકલ, અજીતભાઈ ભીમજીયાણી, રામજીભાઈ કાપડીયા, નટુભાઈ વાળા, દોલરભાઈ કોટેચા, તુશારભાઈ માંડલીયા, ડોલરભાઈ દવે, અતુલભાઈ કાનાણી, જીતુભાઈ જોશી, શૈલેષભાઈ પરમાર, ડેરીના ચેરમેનો, સહકારી ક્ષેત્રના આગેવાનો, રાજકીય આગેવાનો, ધર્મપુરૂષો, વકિલઅધિકારીઓ સહિત ગીરના નેસડાના સામાન્યમા સામાન્ય માનવીઓએ ચંદુભાઈને શ્રધ્ધાંજલી અર્પિ હતી
Recent Comments