ગુજરાત

જીવરાજપાર્કમાં પરશુરામ ભગવાનની તકતી, પોસ્ટરોને ફાડી નાખતા વિવાદ

અમદાવાદના વાસણા જીવરાજ પાર્ક પાસે પરશુરામ જ્યંતી નિમિતે તૈયારી કરી રહેલા કેટલાક લોકો સાથે સ્થાનિક ૪ યુવકોએ બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તૈયારી કરી રહેલા યુવકો ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્યાર બાદ ચાર યુવકો ફરીવાર ત્યાં પહોંચ્યા હતાં. તેમણે લાકડી તથા દંડા વડે પરશુરામ ચોક પાસે પરશુરામની તકતી તોડી હતી અને પોસ્ટર તથા ફોટા ફાડી નાખ્યા હતા. તેઓ ત્યાંથી તાત્કાલિક ભાગી ગયા હતા.ચારેય આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તેમની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપી સગીર હોવાની શક્યતા છે.ચારેય આરોપીઓએ સામાન્ય બોલાચાલી થઈ હતી તેની અદાવત રાખીને પોસ્ટર ફાડીને તોડફોડ કરી હતી. અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ભગવાનના ફોટાને ખંડિત કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને સરકારને આવા તત્વોને પકડીને દાખલો બેસાડવા અનુરોધ કરવામાં આવે છે. અમે બ્રહ્મ સમાજ અને સર્વ સમાજને શાંતિની અપીલ કરીએ છીએ.આજે પરશુરામ જ્યંતિ છે. રમઝાન ઈદ અને પરશુરામ જ્યંતિ બંને એક જ દિવસે છે. ત્યારે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરવામાં આવ્યા હોવાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ ફોટો અને તકતીને રોડ પર મુકી દીધાં હતાં. અદાવત રાખીને તોડફોડ કરનારા ચાર શખ્સોની સીસીટીવીને આધારે ધરપકડ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts