રશ્મિકા મંદાનાનો વર્કઆઉટ કરતો એક વીડિયો ખુબ જ વાયરલ થયો

ફિલ્મ પુષ્પા ધ રાઈઝમાં અલ્લુ અર્જુનના પાત્રની જેટલી ચર્ચા થઈ છે તેના કરતા વધુ શ્રીવલ્લી રશ્મીકા મંદાનના પાત્ર લોકો ખુબ જ પસંદ આવ્યો છે. ત્યારે રશ્મિકાના આ કાતિલાના અંદાજ માટે ખુબ જ મહેનત લાગે છે. લુકને મેન્ટેન રાખવા રશ્મિકા મંદાન જીમમાં ખુબ જ પરસેવો પાડે છે. હાલમાં રશ્મિકા મંદાનાનો વર્કઆઉટ કરતો એક વીડિયો ખુબ જ વાયરલ થી રહ્યો છે. જેમાં રશ્મિકા મંદાના પીળા રંગના શોટ્સ અને ગ્રે કલરની ટી-શર્ટમાં જાેવા મળી રહી છે. જેને શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે મોટિવેશન વીથ રશ્મિકા મંદાના. મહત્વનું છે રશ્મિકાને જીમમાં પરસેવો પાડવો ખુબ જ ગમે છે. રશ્મિકાના અનેક વર્કઆઉટ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં જાેવા મળે છે.
રશ્મિકા મંદાના સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. રશ્મિકા ઓછા સમયમાં ટોલીવુડની ૧૦૦ કરો ક્લબમાં એન્ટ્રી મારનાર અભિનેત્રી બની ગઈ છે. વર્ષ ૨૦૧૮માં રશ્મિકા મંદાના ફિલ્મ ચાલોથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. તેની સાથે ખુબ જ ટૂંકા સમયમાં બોલિવુડમાં પણ એન્ટ્રી મારી ધમાલ મચાવી દિધી છે. પુષ્પાની શ્રીવલ્લી રશ્મિકા મંદાના આગામી સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મિશન મજનૂથી બોલિવુડમાં એન્ટ્રી મારવાની છે. આ સિવાય રણબીર કપૂરની સાથે એનિમલ ફિલ્મમાં પણ જાેવા મળશે.રશ્મીકા મંદાનાને હવે કોઈ ઓળખાણની જરૂર નથી રહી. પુષ્પા ફિલ્મથી ચર્ચાનું કેન્દ્ર બનેલી રશ્મીકા મંદાના ન માત્ર ડાન્સ પણ કમર લચકાવવા માટે કરે છે ખુબ જ મહેનત. શ્રીવલ્લીના પાત્રથી દર્શકોના દિલમાં વસેલી રશ્મીકા મંદાનનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Recent Comments