ગુજરાત

દાહોદ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો

દાહોદ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો   દાહોદ જીલ્લામાં શાળા, માધ્યમિક શાળા, કોલેજમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો છે. ધોરણ ૧ થી ૮ માં પહેલા રૂ. ૧૦૦૦ મળતા હતા. અત્યારે ૫૦૦ રૂપિયા નો વધારો કરીને કુલ રૂ.૧૫૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. માધ્યમિક શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦ મળતા હતા જેમાં રૂ ૫૦૦ નો વધારો કરી રૂ. ૨૦૦૦ સ્કોલરશિપ આપવામાં આવશે.  દાહોદ જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓના માતા પિતા તથા શિક્ષક મિત્રોએ અને જિલ્લાના નાગરિકોને   દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાભ અપાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી આર.પી. ખાટા દ્વારા અપીલ કરાઇ છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓના ફોર્મ ડિજીટલ ગુજરાતના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી રૂમ નં ૧૯ ભોંય તળિયે જિલ્લા સેવા સદન ખાતે સ્વીકારવામાં આવશે.  માનસિક રીતે અસક્ષમ, ઓટીઝમ તથા સેરેબલ પાલસી (મગજ નો લકવો)ના મેડિકલ પ્રમાણપત્રમાં ૫૦ ટકા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને કોઈ પણ પ્રકારનું બી.પી.એલ અથવા એ.પી.એલ. ના પૂરવા આપ્યા વિના માસિક રૂ.૧૦૦૦ પેન્શન પણ શરૂ કરાયું છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

Related Posts