તદ્દન વિના મૂલ્યે આરોગ્ય સેવા પ્રદાન કરતી માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને ૨૦ લાખ નું દાન
ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ માં શિકાગો અમેરિકા ડો પુષ્પા શાહ ની સખાવત બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા, કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્ય૨ત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલસ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીસ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સહભાગી થવાનાં શુભાશયથી ડો.પુષ્પા શાહ ટ્રસ્ટ શિકાગો (અમેરીકા) તરફથી અમેરીકન ડોલર $ 25000 (રૂા.૧૯ લાખ) અને આ ટ્રસ્ટના વડોદરા સ્થિત ટ્રસ્ટીશ્રી અશોકભાઈ શેઠ તરફથી પ્રાપ્ત થયેલ રૂા.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુ૨ા મળી કુલ રૂા.૨૦,૦૦૦૦/- અંકે રૂપિયા વીસ લાખ જેવી માતબર ૨કમ હોસ્પિટલ સેવાર્થે અર્પણ કરેલ છે. દાતાશ્રી અશોકભાઇ શેઠનું મંત્રી-બી.એલ.૨ાજપા અને મેનેજ૨-પ્રશાંતભાઈ પંડયા દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Recent Comments