યુરોપીયન યુનિયન હવે પુતિનની પ્રેમિકા અલીના કાબેવા પર પ્રતિબંધ લગાવવા તૈયારી
રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે ત્યારે પુતિનની કથિત પ્રેમિકા અલીના કાબેવાને પણ યુરોપીયન યુનિયનના પ્રસ્તાવિત પ્રતિબંધોની છઠ્ઠી યાદીમાં સામેલ કરાઈ છે. સૂત્રના જણાવ્યાં મુજબ આ સ્તરે સભ્ય રાજ્યોની ભલામણના આધારે નામોને હટાવી કે જાેડી શકાય છે. જાે કે હજુ સુધી યુરોપીયન યુનિયને આ ડ્રાફ્ટ પ્રસ્તાવ પર અધિકૃત રીતે સાઈન કરી નથી. રાજનયિક સૂત્રોમાંથી એક સૂત્રએ સીએનએનને જણાવ્યું છે કે હાલ ચર્ચા ચાલુ છે. તે તૈયાર માલનો ભાગ નથી, પરંતુ આપણે હજુ રાહ જાેવી પડશે. રાષ્ટ્રપતિ પુતિનની આ કથિત ગર્લફ્રેન્ડ કાબેવાની વાત કરીએ તો તેનો જન્મ ૧૯૮૩માં થયો હતો અને તે એક દાયકા કરતા પણ વધુ સમય પહેલાથી પુતિન સાથે જાેડાયેલી છે.
અગાઉ તે એક જિમનાસ્ટ હતી. જાે કે પુતિને તેની સાથે સંબંધ હોવાની ના પાડી છે. એવું કહેવાય છે કે જ્યારે કાબેવા એક યુવા જિમનાસ્ટ હતી અને અનેક સ્પર્ધાઓમાં તેણે પદક જીત્યા હતા ત્યારે તેની મુલાકાત પુતિન સાથે થઈ હતી. તેને ૨૦૦૪માં એથેન્સ ગેમ્સમાં જિમનાસ્ટિક માટે ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ બાજુ વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યાં મુજબ એપ્રિલમાં અમેરિકી અધિકારીઓ એ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે કાબેવા પર પ્રતિબંધ લગાવવો કે નહીં. આવા પગલા સાથે તણાવ વધી શકે છે એ ચિંતાની વાત હતી. કારણ કે તે પુતિન માટે એક વ્યક્તિગત ફટકો બની શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો હજુ અંત આવ્યો નથી અને દિન પ્રતિદિન સ્થિતિ વધુ કથળી રહી છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની કથિત પ્રેમિકા અલીના કાબેવાને પણ યુક્રેન પર રશિયાના એટેકના વિરોધમાં યુરોપીયન યુનિયનના પ્રતિબંધોના છઠ્ઠા પ્રસ્તાવિત પેકેજમાં સામેલ કરાઈ છે.
Recent Comments