fbpx
અમરેલી

દેવળીયા ગ્રામ પંચાયત ના જાગૃત મહિલા સરપંચ ટીમેં ગામતળ કે ગૌચર જમીન દબાણદારો સામે દેખાડ્યો આક્રમક મિજાજ

ગૌચરની જમીન સર્વે નં. ૩૬ ની હે. આરે ૬૨-૦૬-૨૨ ૨૬૦.૧૯ વિધા જમીન ઉપર કોઈપણ પ્રકારનું વાવેતર કે દબાણ કરવું નહિં ગામ પંચાયત આવનાર સમયમાં માપણીકરી પાકા હદ નિશાન લગાવનાર હોય આમ આ જાહેર નોટીસ થી કોઈ ઈસમ દ્વારા લાગું જમીન ધારકે દબાણ કરેલ હોય તો મુકત કરી દેવું આમ છતા કોઈ પણ ઈસમ આવી ગૌચરની જમીન ઉપર દબાણ કરશે તો ગામ પંચાયત લેન્ડ ગ્રેબીંગ એકટ ૨૦૨૦ મુજબ કડક કાર્ય વાહી કરશે દેવળીયા ગામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ગામ પંચાયત ના કોઈ પણ વિસ્તાર માં કોઈપણ પ્રકારનું બાંધકામ કરતા પહેલા ગામ પંચાયતની પરવાનગી (રજાચીઠી) ફરજીયાત પણે લેવી તલાટી કમ મંત્રી પાસે દસ્તાવેજ, નકશા, માલીકી હકકના કાગળો, રજુ કરવાં આમ છતા કોઈ પણ ઇસમ આવી કોઇપણ પ્રકારની મંજુરી મેળવ્યા વગર અનધિકૃત રીતે બાંધકામ કરશે તો ગામ પંચાયત પંચાયતધારા મુજબ મળેલ સતા નો કડક અમલ કરવામાં આવશે. અને આવું પરમીશન વગરનું બાંધકામ તોડી પાડવા અને આવું બાંધકામ કરનાર પાસેથી થનાર ખર્ચે અને જોખમે દુર કરવા માટે કાર્યવાહી કરાશે.તેમ ભાવના નાથાલાલ સુખડિયા સરપંચશ્રી દેવળીયા ગામ પંચાયત ની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts