નિંદ્રાધીન પોલીસને પડકાર ફેકતા તસ્કરો ઉના તા.માં બેદિ’માં ૪ જગ્યાઓ પરથી સાત લાખથી વધુની ચોરી ૨ ભંગારના ગોડાઉનો અને પાર્કિંગ કરેલ બસમાંથી બેટરી ચોરતા તસ્કરો
ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુપ્ત પ્રયાગ તિર્થ ધામના વૃદ્ધાશ્રમ માં થયેલ ચોરીના બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ઉનાની વડલા પોલીસમાં જીજે૧૪ઝેડ૦૯૪૫ નંબરની ચોકીના પાછળના ભાગે તથા ગની માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉન તેમજ પાર્કિંગ કરેલ બસમાંથી તસ્કરો બેટરી ચોરી કરી કુલ ત્રણ સ્થળો પરથી ૨ લાખ ૧૫ હજારની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઉના વડલા પોલીસ ચોકી ના પાછળના ભાગે હિન્દુસ્તાન એન્ટર પ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં મિક્સ કોપરના ૧૦ જેટલા ગુણો વજન ૨૫૦ કિલો જેની કિંમત ૧૮૫,૦૦૦ તથા ઉના ગની માર્કેટ વિસ્તારમાં આવેલ કાસમાણી નામના ભંગારના ગોડાઉન માંથી નાના મોટા ભાંગરનો માલ જેની કિંમત ૨૦ હજાર તેમજ ઉનાના ૮૦ ફૂટ રોડ પર આવેલ તુલસી ધામ સોસાયટી સીતારામ નામની બસ માંથી ૨ બેટરીઓ જેની કિંમત ૧૦ હજાર સહિત કુલ ત્રણ સ્થળોએથી અંદાજિત ૨ લાખ ૧૫ હજારની ચોરીને તસ્કરો અંજામ આપતા ઉના પોલીસની રાત્રિ પેટ્રોલિંગ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે શું પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીગ હાથ ધરવામાં આવતુ નથી ? કે પેટ્રોલીગ વરચે પણ તસ્કરો એક કદમ આગળ છે તસ્કરોને રેઢો પટ મળી ગયો હોય તેવું ચિત્ર ઉના તાલુકામાં જોવા મળી રહ્યું છે
Recent Comments