કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજીઓના જવાબમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું કે IPCની કલમ 124A એટલે કે રાજદ્રોહ કાયદાની માન્યતાની તપાસ કરવામાં આવશે અને તેના પર પુનર્વિચાર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક મોટી વાત કહી છે. કેન્દ્રએ કહ્યું કે તેણે રાજદ્રોહ કાયદાની જોગવાઈઓ પર પુનર્વિચાર અને તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે જ્યાં સુધી સરકાર તપાસ ન કરે ત્યાં સુધી આ મામલાની સુનાવણી કરવામાં ન આવે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજદ્રોહ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 124Aની માન્યતાની તપાસ કરવામાં આવશે અને તેના પર પુનર્વિચાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિએ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે ત્યારે ગુલામીના સમયમાં બનેલા રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકાર રાજદ્રોહ કાયદા પર ઉઠાવવામાં આવેલા વાંધાઓથી વાકેફ છે. કેટલીકવાર માનવ અધિકારો અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. જો કે, તેનો ઉદ્દેશ્ય દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાને જાળવી રાખવાનો હોવો જોઈએ.
એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે, “IPCની કલમ 124Aની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેન્દ્રએ કહ્યું કે તપાસની પ્રક્રિયા દરમિયાન, સુપ્રીમ કોર્ટને અપીલ છે કે આ કાયદાની માન્યતા તપાસવામાં સમય બગાડવો નહીં. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજી દાખલ કરીને સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન બનેલા કાયદાઓની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
Recent Comments