સૌરાષ્ટ - કચ્છ

કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા સહીત મત્સઉદ્યોગના અધિકારી પોરબંદરની મુલાકાતે, બંદરનું કર્યું નિરીક્ષણ

મત્સ્યોદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સોમવારે કોસ્ટગાર્ડ દ્વારા આયોજીત યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમની સાથે કેન્દ્રના મત્સ્યોદ્યોગ વિભાગના સેક્રેટરી જે. એન. શ્રેન તેમજ જોઇન્ટ સેક્રેટરી જે. બાલાજી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. આ બન્ને ઉચ્ચ અધિકારીઓએ માછીમાર બોટ એસોસિએશનની મુલાકાત લઇ પ્રમુખ મુકેશભાઇ પાંજરી સહિતના હોદ્દેદારો સાથે બંદરના વિવિધ પ્રશ્નોને લઇને ચર્ચા કરી હતી. બંદરના સ્થાનીક પ્રશ્નો અંગે માછીમાર બોટ એસોસિએશને અધિકારીઓને વિગતવાર રજુઆતો કરી હતી. ત્યારબાદ માછીમાર બોટ એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખીને જુના બંદર, લકડી બંદર અને સુભાષનગર સહિતના વિસ્તારોની મુલાકાત લઇ બંદર નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને બોટ પાર્કિંગ, ડે્રજીંગની સમસ્યા તેમજ બંદરમાં ફાયર સેફ્ટી અને રોડ, રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઇને પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોરબંદરમાં લાંબા સમય બાદ કેન્દ્રના મત્સ્યોદ્યોગ વિભાગના સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે બંદરમાં ખૂટતી સુવિધાઓને લઇને જરૂરી આયોજન કરવામાં આવશે તેવી ખાત્રી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.  મત્સ્યોદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સોમવારે કોસ્ટગાર્ડ દ્વારા આયોજીત યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમની સાથે કેન્દ્રના મત્સ્યોદ્યોગ વિભાગના સેક્રેટરી જે. એન. શ્રેન તેમજ જોઇન્ટ સેક્રેટરી જે. બાલાજી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા

Related Posts