fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના એક ગામની સીમમાં સિંહની પાછળ કૂતરું પડતો વિડીયો વાયરલ

લોધિકાના એક ગામમાં ખુલ્લા ખેતરમાં શ્વાન ભસતો ભસતો સિંહ પાછળ દોડી રહ્યો છે. સિંહ પણ ખુલ્લા ખેતરમાં દોડતો દોડતો હાંફી ગયો હોય એમ એની દોડવાની ગતિ ધીમી કરી દે છે. તેમ છતાં શ્વાન તેનો પીછો છોડતો નથી અને સતત સાવજ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. લોધિકાના સાંગણવા ગામે જાેવા મળેલો સિંહ જૂની મેંગણી ગામે જાેવા મળ્યો હતો. સ્થાનિક લોકો સિંહદર્શન કરવા સમગ્ર પંથક ખૂંદી રહ્યા છે. દિવસે સાંગણવા ગામમાં જાેવા મળેલો સિંહ એ જ જૂની મેંગણી ગામે જાેવા મળતાં લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સિંહના આગમનથી લોધિકા પંથકનાં ગ્રામજનોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. હાલ ઉનાળુ પાકનું રખોપું કરવા વાડીએ જવામાં ખેડૂતો ડરી રહ્યા છે. જાેકે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરી છે. સિંહ સતત લોકેશન બદલી રહ્યો છે.

અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે ગીરમાંથી ઘણીવાર સિંહો આજુબાજુનાં ગામમાં જાેવા મળતા હોય છે, પરંતુ રાજકોટ સુધી પહોંચી જાય એ પણ એક નવાઇની વાત છે. બે વર્ષ પહેલાં ગીરના જંગલમાંથી નીકળી ૬૧ દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો હતો. ૪૮ કલાક બંને સિંહે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કર્યા હતા. રાજકોટથી ૨૧ કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌપ્રથમ ઘટના બની હતી.રાજકોટથી ૩૦ કિમી દૂર લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે છેલ્લા ચાર દિવસથી ધામા નાખ્યા છે. રોજ લોધિકાના અલગ અલગ ગામડાં ખૂંદી રહ્યા છે. ત્યારે એક ગામની સીમમાં ખેતરમાં જંગલના રાજાને દોડાવતા શ્વાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ડાલામથા પાછળ શ્વાન થતાં એ પણ ઊભી પૂછડી ભાગતો નજરે પડે છે. એમાં સિંહને પરસેવો વળી ગયો હોય એવાં દૃશ્યો પણ વીડિયોમાં કેદ થયાં છે.

Follow Me:

Related Posts