દીવ-ઘોઘલાના માર્ગો રીપેર કરવા રજૂઆત પ્રશાસને ટેમ્પરરી પૂરવણી કરી રાહતનો શ્વાસ લીધો
દીવ-ઘોઘલાના માર્ગો રીપેર કરવા રજૂઆત પ્રશાસને ટેમ્પરરી પૂરવણી કરી રાહતનો શ્વાસ લીધો
દીવને હાઇટેક બનાવવા માટે પ્રશાસન ખૂબ મહેનત કરી રહ્યું છે અને દીવ ની અનેરી ઓળખ બનાવવા માટે પ્રશાસન દ્વારા રોડ રસ્તાઓ નું સમારકામ ચાલી રહ્યું છે જેથી આવનારા પર્યટકો ને કોઈ મુશ્કેલી ન પડે અને સારા રસ્તા બનાવવાથી અહીં આવતા પર્યટકો વધારે આવી શકે
દીવ-ઘોઘલાના મુખ્યમ ર્ગો અને શહેરના અંદરના માર્ગો શીવરેજ પ્રોજેક્ટના કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેનાથી જનતા પરેશાન છે. આ માર્ગો ક્યારે રિપેર થશે જે હજુ નક્કી નથી જેથી દીવ મ્યુનિસીપાલીટીના કાઉન્સીલરો હરેશ પાંચા કાપડિયા, દિનેશ કાપડિયા અને રવિ સોલંકીએ દીવ કલેક્ટર વવર્મન બ્રહ્મ અને એડિશનલ ડિસ્ટ્રીક મેજીસ્ટ્રેડ વિવેક કુમારને રૂબરૂ મળી અને આ બિસ્માર માર્ગોની રજૂઆત કરી જેથી હાલ જે રોડ વધુ બિસ્માર થયેલા છે. ત્યા ટેમ્પરરી પૂરવણી કરી અને રોડ રિપેર કરવાના પ્રયાસ કરેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિસ્માર માર્ગોની સમસ્યાનું કાયમી માટે નિરાકરણ થાય તેવી જનતા આશા રાખી રહેલા છે.
Recent Comments