ગુજરાત

જામનગર નજીકના ચેલા ગામ પાસે કુતરૂ આડે ઉતરતા રીક્ષા પલટી, ચાલકનું મોત

જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલા ચેલા ગામ પાસે ગઈકાલે રાત્રે રીક્ષા આડે એક કૂતરો ઉતરતા, રીક્ષા પલટી મારી ગઇ હતી અને રીક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. દરમિયાન હોસ્પિટલમાં ખસેડાયેલા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવના પગલે ચેલા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જામનગર નજીકના લાલપુર રોડ પર ગા આવેલ ચેલા ગામ નજીક પ્રથમ ગેઇટથી થોડે દૂર પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે ગામ તરફ એક રીક્ષા જતી હતી ત્યારે રસ્તામાં અંધારું હોય અને અચાનક કુતરો અને ઉતરતા રિક્ષાચાલકે કૂતરાને બચાવવા માટે બ્રેક મારી હતી. જેમાં રીક્ષા પલ્ટી મારી જતા ચેલા ગામના જ રિક્ષાચાલક જયરાજસિંહ મુકેશસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 33 નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ચેલા ગામે રહેતા દિવ્યરાજસિંહએ જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ દત્તનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાન રિક્ષાચાલક ના મૃત્યુના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Related Posts