સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભોકરવા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ
સાવરકુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભોકરવા ગામેથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ… આ બનાવની વિગત એવા પ્રકારની છે કે એસ.ઓ.જી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. શર્મા સાહેબ તથા એસ.ઓ.જી ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએસ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીને આધારે બગસરા તામ્બેના હાલરીયા ગામે આવેલ શેત્રુંજી નદીના કાંઠા રહેતા કાનાભાઈ નથુભાઈ સૈડા રહેવાસી ગામ ભોકરવા ગામની ગૌરી ટોપરા સીમ વિસ્તારમાં તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી વાળો પોતાના કબજા ભોગવટા ના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખેલ છે જે અનુસંધાને સદર જગ્યાએ રેડ કરતા એક ઇસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ મુદ્દામાલ માં માદક પદાર્થ ભેજવાળો ગાંજો 34 કિલો 880 ગ્રામ કિંમત રૂપિયા ૩,૪૮,૮૦૦/- તથા ગાંજા નું ભજન કરવા માટે ચાવડા વાળો સાદો કાટો, કિંમત રૂપિયા ૨૫૦ મળી કુલ રૂપિયા ૩,૪૯,૦૫૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. મજકુર ઈસમને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.
Recent Comments