fbpx
વિડિયો ગેલેરી

આર્ટ ગેલેરી સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં રાજ્યકક્ષાની ત્રિ-દિવસીય ચિત્રકલા કાર્યશિબિર “રંગોત્સવ” યોજાઈ ચિત્રો માં ચેતના સર્જી દેતી કૃતિ ઓ નિહાળતા પૂજ્ય ભાઈજી રાજ્યના ૫૦ જેટલા ચિત્રકારોએ લાઈવ ચિત્રો દોર્યા

પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર “રંગોત્સવ” યોજાઈ છે શિબિર માં વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભાઈજી અને સુરત  કલા પ્રતિષ્ઠાન સંસ્થા ના રમણિકભાઈ ઝાપડીયા એ પણ હાજરી આપી  રાજયના ૫૦ જેટલા ચિત્રકારોએ અલગ અલગ વિસ્તારોમાં જઇને લાઈવ ચિત્રો દોર્યા છે આ ચિત્રોનું તા.૧૬ અને ૧૭ ના રોજ બે દિવસીય પ્રદર્શન પણ યોજાશે  ગુજરાતની ચિત્રકલાના સંવર્ધનના પ્રયાસ અન્વયે તથા પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે ઈનોવેટીવ આર્ટ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ચિત્રકલા કાર્યશિબિર રંગોત્સવનું આયોજન કરાયું છે જેમાં પોબંદર ગુજરાત અને મહારાષ્ટ્રના દિગ્ગજ ચિત્રકારો જોડાયા છે જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર અમીત ધાણે સુરેશ રાવલ સહીત જાણીતા ચિત્રકારોનો સમાવેશ થાય છે.ગઈકાલે અસ્માવતી ઘાટ પાસે આ આર્ટિસ્ટોએ વોટર કલર દ્વારા લાઈવ ચિત્રો બનાવ્યા હતા અંદાજે ૯૦ જેટલા ચિત્રો બનાવ્યા હતા. આજે સાંદિપની ખાતે આર્ટિસ્ટો એ લાઈવ પેન્ટિંગ બનાવ્યા હતા. રવિવારે નવી ચોપાટી પાસે રાજમહેલ ખાતે આ આર્ટિસ્ટો લાઈવ ચિત્રો બનાવશે. શહેરમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થયું છે. ત્રણ દિવસ દરમિયાન ૪૫૦ થી વધુ ચિત્રો તૈયાર કરાશે તેમ ઇનોવેટિવ ગ્રુપ કોર આર્ટિસ ના સ્થાપક બલરાજભાઈ પાડલીયા ની યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts