LRD ભરતી પ્રક્રિયાનું વેટીંગ લિસ્ટ 20 દિવસ બાદ પણ જાહેર ના થતા ઉમેદવારોમાં નારાજગી, ગૃહ વિભાગે નોટીફિકેશન બહાર પાડ્યું
lRD વેટીંગ લિસ્ટની યાદી જાહેર કરવામાં ના આવતા ઉમેદવારો દ્વારા ગૃહ મંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, મેં જેટલા વાયદા આપ્યા છે તે પૂરા કર્યા છે. એલઆરડી અંગે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમ હર્ષ સંઘવીએ કહ્યું હતું. વેટિંગ લિસ્ટ માટે કમિટીની ત્રણ જેટલી બેઠક મળી હતી. વેટીંગ લીસ્ટની યાદી ઝડપથી બહાર પાડવામાં આવશે. તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
વેટિંગ લિસ્ટ જાહેર કરવા મામલે ઉમેદવારો ગૃહરાજ્યમંત્રીની મુલાકાત લેશે અને મંત્રીને રજૂઆત કરશે. વેટિંગ લિસ્ટ જાહેર કરવા રજૂઆત પણ કરાશે. ચાર દિવસમાં વેટિંગ લિસ્ટ જાહેર કરવાની બાંહેધરી આપી હતી તેમ ઉમેદવારે જણાવ્યું છે 20 દિવસ વિત્યા છતાં વેઇટિંગ લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું તેમ ઉમેદવારોનું કહેવું છે. ત્રણ અઠવાડિયા વિત્યા હોવા છતાં પણ વેઇટિંગ લિસ્ટ કેમ જાહેરાત નથી કરાયું. તેવી માંગ એલઆરડી ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. ત્રણ વર્ષથી રાહ જોઈ રહ્યા બાદ પણ અમારી આ માંગ પૂરી નથી થઈ.
વેટીંગ લિસ્ટ 10 ટકાને બદલે 20 ટકાની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે એટલે વધુ આશા યુવાનોને નોકરીઓની ફળશે. આ મહત્વના નિર્ણયને પરિણામે જે ઉમેદવારો નોકરી માટે અરજી કરવાની મહતમ વય મર્યાદા પૂરી કરી ચૂક્યા હતા અને નોકરી મેળવવાની આશાને તિલાંજલિ આપી ચૂક્યા હતા તેવા ઉમેદવારને સરકારી સેવામાં જોડવાની તક મળશે. ૧૦% જગ્યાની વેઇટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતું કાયદો અને વ્યવસ્થાની મજબુત જાળવણી, ગુનાઓ બનતા અટકાવવા, નોંધાયેલા ગુનાની વૈજ્ઞાનિક અને આધુનિક સાધનોની મદદથી તપાસ કરવા માટે કૌશલ્યવાન પોલીસ દળ ઉપલબ્ધ થઇ રહે અને આશાસ્પદ યુવાનો યુવતીને રોજગારીની તક મળે માટે હવે ૧૦ % ને બદલે ૨૦% ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.
Recent Comments