અમરેલી

સાવરકુંડલા એસટી ડેપો ના રૂટમાં ચાલતી સાવરકુંડલા વેરાવળ બસ ના ડ્રાઈવર કંડકટરની અવળચંડાઇ ના કારણે મુસાફરો પરેશાન

સાવરકુંડલા ડેપો માંથી આઠ વાગે ઉપડતી સાવરકુંડલા વેરાવળ વાયા ખાંભા ડેડાણ નાગેશ્રી થઈને ચાલે છે જ્યારે આ એસટી રૂટ ની વચ્ચે રામગઢ (ભૂંડની) ગામ આવે છે સાવરકુંડલા થી આખા દિવસ દરમિયાન રામગઢ (ભૂંડની) જવા માટે માત્ર એક જ બસ સાવરકુંડલા વેરાવળ મળે છે એ સિવાય ત્યાં જનારા મુસાફરો ને વચ્ચે કટકા કરતું જવું પડે છે મુસાફરો દ્વારા આગળ ના બસ સ્ટોપ ની ટીકીટ લેવા નો આગ્રહ રાખવા છતાં રામગઢ (ભૂંડની) બસ સ્ટોપ કરવા ની તસ્તી ડ્રાઈવર કંડકટરને લેવી નથી ત્યારે સરકાર એસટીમાં મુસાફરી કરનાર લોકોને સારી સેવા મળી રહે તે માટે કટિબંધ છે પરંતુ ડ્રાઈવર કંડક્ટરો ની અવળચંડાઇ ને કારણે એસટીમાં મુસાફરી કરનાર લોકોને મુશ્કેલી પડી રહી છે

આ ગામ ના મુસાફરો ને સાવરકુંડલા આવવા જવા માટે આ બસ સ્ટોપ ગામ નહિ રાખતા ગામ લોકો માં રોષ છે રોડ પર દોડતી એસ ટી બસો ને ક્યાંક ને ક્યાંક ડ્રાઈવર કંડક્ટરો ની અવળચંડાઈ ને કારણે આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર ના અનેક ડ્રાઈવર કંડક્ટરો એસટી ના નિયમો પોતાના રાખીને બેઠા છે ત્યારે તેમના નિર્ણયને કારણે મુસાફરો પરેશાન છે ને એસટી વિભાગને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે એસ.ટી.ના કર્મચારીઓ માટે સગા સંબંધીઓ માટે એન કેન જગ્યા એ એસ.ટી.બસો ઊભી રાખવામાં આવે છે ત્યારે મુસાફરો માટે ટિકિટ આગળ ના સ્ટોપ ની લેવા નો આગ્રહ રાખે છે છતાં એસટી સ્ટોપ વચ્ચે  ના ગામો કરવા ડ્રાઇવરો તૈયાર નથી

Related Posts